સાવલી તાલુકાના મંજૂસર ગામ અને અલીન્દ્રા ગામની સીમમાં આવેલી બે વિવિધ કંપનીઓમાં છેલ્લા અઠવાડિયામાં બે વિવિધ બનાવોમાં કુલ રૂા. 24,84,899ની ચોરીના પ્રકરણમાં મંજુસર પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલીને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ ફરારને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાવલી તાલુકાના મંજુસર ગામની સીમમાં આવેલ ઓલ કેમ કંપનીમાં આવેલ વેરહાઉસમાં ફ્લેંજ બોલ અને વાલ નંગ 1012 રૂપિયા 2424799 ની ચોરીની ફરિયાદ મંજુસર પોલીસ મથકે તારીખ 22 મેના રોજ નોંધાઇ હતી. જેમાં મંજુસર પીઆઇ એમ આર ચૌધરીના નિર્દેશન હેઠળ સીસીટીવી સહિતની ચકાસણી કરીને બે અલગ અલગ ગુનાઓમાં કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં ઓલ કેમ લાઈફ સાયન્સ કંપનીની રૂપિયા 24,24,799ની ચોરીમાં કિરીટ સોલંકી રહે. લુણા મહાદેવવાળું ફળિયું, મહેન્દ્ર પરમાર રહે. જૂના સિહોરાની ધરપકડ કરી હતી. જ્યારે મહેન્દ્ર પરમાર રહે. જૂના સિહોરા તાલુકો ડેસરની ધરપકડ કરી છે. જ્યારે બીજા એક રવિ ઉર્ફે ભૈરવ ચૌહાણ રહે.પ્રતાપપુરાને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જ્યારે બીજા બનાવમાં ટેડીટ પેકિંગ એન્ડ ગાસ્કેટ પ્રા લી કંપનીમાં રૂપિયા એક લાખ 60 હજારની ચોરી પ્રકરણમાં મંજુસર પોલીસની ટીમે યોગેશ પરમાર રહે.મોટાપુરા તાલુકો સાવલીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તપાસમાં અન્ય સાથીદાર તરીકે શોભો ઉર્ફે રમેશ રાઠોડ રહે.નમીસરા તાલુકો સાવલી, અક્ષય રાઠોડ રહે. નમીસરા તાલુકો સાવલીની સંડોવણી બહાર આવતાં પોલીસે બંનેને ફરાર જાહેર કરીને પકડવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.