તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:સાવલીમાં મઢના મહારાજ સહિત 70 લોકોએ કોરોનાની રસી મૂકાવી

સાવલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચેહર જોગીણી માતાનામઠના મહારાજ રમેશ દેવ કોરોનાની રસી મુકવા આવતા નજરે પડે છે. - Divya Bhaskar
ચેહર જોગીણી માતાનામઠના મહારાજ રમેશ દેવ કોરોનાની રસી મુકવા આવતા નજરે પડે છે.

સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલ ચહેર જોગણી માતાના મહારાજ પૂજ્ય રમેશ દેવજી મહારાજ તેમના પરિવારના 70 જેટલા સભ્યોએ કોરોનાની રસી મુકાવી હતી અને તાલુકાજનોને રસી મુકાવવા આહવાન કર્યું હતું. ભાદરવા ગામે સાવલીના ભાદરવા ગામે સુપ્રસિદ્ધ ચેહર જોગણી માતાનો મઢ આવેલો છે અને સમગ્ર દેશમાં માતાજીના ભક્તો પથરાયેલા છે. માતાજીના સેવક પૂજ્ય રમેશ દેવ રાવળ જી મહારાજ અને પૂજ્ય વિજય દેવ રાવળજી મહારાજ પ્રત્યે ભક્તો ભારે શ્રદ્ધા ધરાવે છે.

તેવામાં હાલ કોરોનાની રસી મૂકવાનું ચાલુ રહ્યું છે. ત્યારે પૂજ્ય ગુરુદેવ દ્વારા રાષ્ટ્રના આ મહાઅભિયાનમાં સહયોગ આપવા માટે બુધવારે કોરોનાની રસીનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેમના પરિવારના સભ્યો અને મંદિર પરિસરના તમામ સેવકો મળી કુલ 70 જેટલા લોકોએ રસી મુકાવી હતી. સર્વ ભક્તજનો તેમજ તાલુકા અને રાષ્ટ્રવાસીઓને આ મહાઅભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં આ મહામારી સંપૂર્ણ પણે નાબૂદ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી અને આશીર્વાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો