દુર્ઘટના:બહુથામાં યોર ચોઈસ પ્લે બોર્ડ કંપનીમાં આગ,ફાઇબરના જથ્થામાં પ્રચંડ આગ લાગી

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં સાવલીના બહુથા ગામે કંપનીમાં લાગેલી આગ જણાય છે. - Divya Bhaskar
તસવીરમાં સાવલીના બહુથા ગામે કંપનીમાં લાગેલી આગ જણાય છે.
  • આગ પર કાબૂ મેળવવા 4 ફાયર ફાઇટરની મદદ લેવાઈ
  • સદ્નસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી

સાવલી તાલુકાના બહુથા ગામ પાસે આવેલ યોર ચોઈસ પ્લે બોર્ડ નામની કંપનીના ચોગાનમાં પડેલ વેસ્ટ મટીરિયલમાં અચાનક આગ પ્રસરી ઉઠી હતી. આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જણાતા હતા અને આકાશમાં કાળાડિબાંગ વાદળો સર્જાયા હતા. આગના પગલે સાવલી નગરપાલિકા મંજુસર જીઆઇડીસી તેમજ વડોદરા મહાનગર પાલિકાના 2 ફાયર ફાયટરો મળી 4 ફાયર ફાઈટરો આગ ઓલવવા માટે કામે લાગ્યા હતા પરંતુ આગ કાબૂમાં આવી ન હતી.

જાણવા મળ્યા પ્રમાણે આ કંપની પ્લાસ્ટિકના દાણા અને ફાઇબરની સીટો બનાવે છે. કંપનીમાં ફાયર સુવિધાના નામે મીંડુ જણાતું હતું. જોકે સદ્નસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. જ્યારે બીજી બાજુ કંપનીમાં ફાયર સુવિધાના અભાવે સગીર બાળકો પણ આગને ઓલવવા માટે ડોલ વડે પાણી નાખતા જોવા મળ્યા હતા. જ્યારે રાહદારીઓના પણ ભારે ટોળેટોળા જામ્યા હતા. કંપનીમાં સંકટ સમયે પાણીની સુવિધા ન હોય ફાયરબ્રિગેડના જવાનોને પાણી ભરવા અન્ય ઠેકાણે જવાનું હોઇ આગને કાબૂમાં લેવા માટે લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...