ક્રાઈમ:સાવલીના વડદલામાં એક ઇસમને માથામાં પાઇપ મારી

સાવલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાનનો ગલ્લો મૂકવા બાબતે ઝઘડો થતાં 4 ઇસમોનો હુમલો
  • પોલીસે તમામને ઝડપી જેલભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા

ગત રાત્રીના સમયે વડદલરા ગામે ગોહિલ ફળિયાના નાકે પાનનો ગલ્લો મુકવા બાબતે અને પાનના ગલ્લાની જગ્યાએ પાકુ બાંધકામ કરવાની બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા ઇસમે જગદીશભાઇ ગોકળભાઇ સોલંકી રહે, વડદલા તા.સાવલીના માથામાં પાઇપનો ફટકો મારી ઇજાઓ પહોંચાડતા ફરીયાદી જગદીશભાઇની ફરીયાદના આધારે 1.બિપીન રમેશભાઇ ચાવડા, 2.રમેશભાઇ છગનભાઇ ચાવડા, 3.ભઇલાલભાઇ ડાહ્યાભાઇ ચાવડા, 4.માઇનોર હોઇ નામ નથી લખ્યો તમામ રહે, વડદલા, તા.સાવલી વિરુદ્ધ સાવલી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે અને તમામને ઝડપીને જેલભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...