તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:સાવલી નગરપાલિકા દ્વારા બનાવાયેલા શાકમાર્કેટને તાળું લગાવી દેવાતાં હોબાળો

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ દ્વારા દુકાન પેટે બાકીના નાણાં ન ચૂકવાતાં ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી

સાવલીમાં રંગાઈ કાંસ પર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવીન શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા દુકાન પેટે બાકીના નાણાં ન ચૂકવાતાં ચીફ ઓફિસર દ્વારા માર્કેટને તાળું મારી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને વેપારીઓ હોબાળો મચાવ્યો હતો. સાવલી પાલિકા દ્વારા નગરના મધ્યમાં પસાર થતા રંગાઈ કાંસ ઉપર શાક માર્કેટ ઊભું કરવામાં આવ્યું છે. આ માર્કેટ સામે વખતોવખત નગરજનો તેમજ કોંગ્રેસી કોર્પોરેટરો દ્વારા ભ્રષ્ટાચાર અને વગર પરવાનગીએ માર્કેટ બાંધ્યા હોવાનો પાલિકા સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આમ માર્કેટ અને વિવાદને ભારે વળગણ હોય તેવું લાગી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે નવા માર્કેટના એલોટમેન્ટ ફાળવણી વેળાએ દુકાનદારો પાસે 75 હજાર રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી અને દરેક દુકાનદારે પોતાની શક્તિ પ્રમાણે પ્રથમ હપ્તો પણ ચૂકવ્યો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા શાક માર્કેટના વેપારીઓએ ચુંકવેલા રૂપિયાની પાવતી ડિપોઝિટના બદલે વિકાસ ફંડની પાવતી આપતાં વિવાદ ઊભો થયો હતો અને ત્યારબાદ વેપારીઓએ બાકીના ચૂકવવાના હપ્તાના રૂપિયા ચૂકવ્યા ન હતા અને પાલિકા પાસે વિકાસ ફંડના બદલે ડિપોઝિટ પેટે રકમની પાવતીની માંગ કરી હતી.

આમ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા બુધવારે મોડી સાંજે માર્કેટ ચાલુ હતી ત્યારે જ એકદમ આવીને તાળાબંધી કરી દેતાં ભારે હોબાળો મચ્યો હતો. વેપારીઓએ ચીફ ઓફિસરને ઘેરી લેતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. વેપારીઓની દુકાનમાં શાકભાજી પડેલું હોવા છતાં તાળું મારી દેતા વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આમ આવનાર સમયમાં પાલિકા અને વેપારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. બીજી બાજુ ચીફ ઓફિસરની જોહુકમી સામે વેપારીઓ ફિટકાર વરસાવવા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...