ચકચાર:ભાદરવાની મહી નદીમાં ગેરકાયદે દિવસ-રાત બેફામ રેતી ઉલેચતા10 સામે FIR કરો

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મશીનથી ઊંડા ખાડા કરતાં ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થયું
  • આડેધડ રેતી ખનન સામે પગલાં લેવા CMને માગ કરાઇ

સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં પસાર થતી મહી નદીમાં ગેરકાયદેસર ખનન મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં નક્કર પરિણામ ન આવતા નટવરનગરના સરપંચે ભાદરવા પોલીસ મથકે જિઓલોજિસ્ટ સહિત 10 ઈસમો સામે એફ.આઇ.આર પાડવા માટેની લેખિત અરજી તેમજ ભાદરવા ગામના માજી સરપંચ દ્વારા વિવિધ અધિકારીઓ સામે વિવિધ આક્ષેપો કરીને મુખ્યમંત્રીને પત્ર પાઠવતા ચકચાર મચી જવા પામી છે.

સાવલી તાલુકાના મધ્યમાંથી પસાર થતી મહીસાગર નદીમાં અધિકારીઓની મીલિભગત અને રાજકીય આશ્રય હેઠળ ખનીજ માફિયાઓને છૂટો દોર મળી ગયો છે તેવા આક્ષેપ સાથે 10મી માર્ચના રોજ ભાદરવા પંથકના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર સાવલી મામલતદાર ખાણ ખનીજ વિભાગ સહિતને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ આ બાબતે કોઈ નિરાકરણ ન આવતા નદીમાં ગેરકાયદેસર ખનન ચાલુ રહ્યું હતું.

વારંવાર રજૂઆતના પગલે ખનન ચાલુ જ રહેતા નટવરનગરના સરપંચ કિરીટસિંહ ( ગોવિંદભાઈ) વાઘેલાએ ભાદરવા પોલીસને લેખિતમાં ફરિયાદ કરીને 10 ઈસમો સામે નામજોગ જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી નિરવ બારોટ સામે પણ એફઆઇઆર કરવાની માગ કરતાં ચકચાર મચી છે.

બીજી બાજુ ભાદરવાના માજી સરપંચ મહેન્દ્રસિંહ રાણા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કમિશનર ખાણ ખનીજવિભાગ ગુજરાત સરકારને ઉદેશીને પત્ર લખવામાંં આવ્યો છે કે ભાદરવામાંથી પસાર થતી મહી નદીમાં રેતી ખનન કરનારાઓ નિયમ વિરુદ્ધ વેક્યુમ મશીનથી 30-40 ફૂટ ઊંડા ખાડા કરી બધા જ ગામોના ભૂગર્ભજળ પ્રદૂષિત કરી દીધા છે અને ગામોને પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર કરી દીધા છે.

રેતી ચોરીમાં કોની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે?
નટવરનગરના સરપંચની અરજીમાં નામ જોગ કરેલ આક્ષેપ પ્રમાણે 1) વિશાલ ભરવાડ, 2) શંકરભાઈ, 3) પ્રતાપ વણઝારા, 4 )ગોરધન ઓડ, 5) બપીભાઈ ઓડ, 6) જીગ્નેશ પરથમપુરા કાઠીયાવાડી, 7) જીગો પરથમપુરા લીઝ ધારકો, 8 )નીરવ બારોટ વડોદરા, 9)કે એન પરમાર આણંદ, 10) દેવરાજ ભાઈ ધારીયા વડોદરા સામે નટવરનગર પરથમપુરા ખાંડી વાંકાનેર જાલમપુરા સામે કાંઠે મહીસાગર નદીમાં ગેરકાયદે રાત-દિવસની રેતી ચોરીનો આક્ષેપ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...