તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:મહિલા પોલીસની હત્યામાં મંગેતરને આજીવન કેદ

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ વગે કરી હતી
  • સાવલીની કોન્સ્ટેબલની 2018માં હત્યા કરાઈ હતી

સાવલી પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને તેના મંગેતર દ્વારા ગળું દબાવી હત્યા કરી સળગાવીને લાશને વગે કરવાના પ્રકરણમાં કોર્ટે આરોપી મંગેતર હિમાંશુ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. સાવલી પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલ હેમાબેન રાઠોડ (મુઢેલા તાલુકો, સાવલી)ની સગાઈ ડેસર તાલુકાના હિમાંશુ ગિરીશભાઈ ચૌહાણ (રાજુપુરા તાલુકો, ડેસર જિલ્લો વડોદરા) સાથે થઈ હતી.

દરમિયાન 2018ની સાલમાં શેરપુરા ગામ નજીકની સીમમાં મહિલા કોન્સ્ટેબલનો સળગાવી દીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સાવલી પોલીસે તપાસ કરતાં મહિલા કોન્સ્ટેબલનો મંગેતર જ હત્યારો નીકળ્યો હતો. સાવલી પોલીસે તેની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. આ સંદર્ભનો કેસ ચાલી જતાં કોર્ટે સરકારી વકીલ સી. જી. પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને હત્યા અને પુરાવા નાશ કરવાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...