કામગીરી અધુરી:ભાદરવાના સેવાસેતુ કાર્યક્રમના બે માસ બાદ પણ દાખલા નીકળ્યા નથી

સાવલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ દ્વારા પ્રાંત ઓફિસર અને મામલતદારને અરજી કરી ઘટતું કરવા માગ કરાઈ

રાજ્ય સરકાર દ્વારા સંવેદના દિન નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી લાભ આપવાનું સરકારનો અભિગમ હતો. પરંતુ આજે બે મહિના પૂર્ણ થવા હોવા છતાંય રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. રેશનકાર્ડ ધારકો દ્વારા અનાજ લેવા જતા માલુમ પડેલ છે. રેશનકાર્ડ ધારકોને પેનથી નામ લખી આપી દીધા છે. પરંતુ આજદિન સુધી રેશનકાર્ડમાં ઓન લાઇન નામ ઉમેરવામાં આવ્યા નથી. આટલા લાંબા વિલંબથી રેશનકાર્ડ ધારકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. અને સરકારી તંત્રની વિશ્વસનીયતાને નુકશાન થઈ રહ્યું છે. આજદિન સુધી દાખલ થયા નથી પરિણામે સરકારી યોજનાઓથી તાલુકાના લોકોને વંચિત રહેવાનો વારો આવ્યો છે.

તેવામાં ભાદરવા ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ પોતાના લેખિત પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં આર્થિક બેહાલીના સમયમાં નોકરી, ધધા છોડી, સેવા સેતુ નો લાભ લેવા માટે મોટી સંખ્યામાં પંથકજનો અને ગ્રામજનોએ લાભ લીધો હતો. પરંતુ પ્રજાની તકલીફોની ભૂલી અંગત પ્રસિદ્ધિ અને વાહવાહી માટે ફોટો પડાવી કાર્યક્રમને નામે પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ ગામલોકોની મજાક ઉડાવવા સમાન છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના રાજ્યમાં શક્ય બન્યું છે.

આ બાબતની ગંભીરતા ધ્યાનમાં લઈ, આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા લેખિત પત્ર પાઠવ્યો છે. અગાઉ પણ તારીખ 26/8/2021ના રોજ સેવા સેતુના અઢીસો જેટલા લાભાર્થીઓને વિવિધ દાખલા ન મળવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આજે પણ બે મહિના થઇ ગયા હોવા છતાં 150થી વધુ રેશનકાર્ડમાં નામ ઉમેરવાની અરજીઓનો નિકાલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...