તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાયોટિંગ:મંજુસર ગામમાં ઝઘડો થતાં ભાદરવા પોલીસે એકને ઝડપી 20ને પકડવા ચક્રો ગતિમાન કર્યા

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો : બંને પક્ષે ફરિયાદ નોંધાઈ

સાવલી તાલુકાના મંજુસર ગામે બે કોમના યુવકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં બંન્ને જૂથની ફરિયાદના આધારે કુલ 21 ઇસમો સામે સામસામે ફરિયાદ નોંધાતા ભાદરવા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાવલી તાલુકાના મંજુસર ગામ આર્થિક રીતે ભારે વિકસિત ગામ છે. છેલ્લા ઘણા સમયથી બે કોમના જૂથો વચ્ચે સામાન્ય બાબતે ભારે તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાય છે અને સમગ્ર ગામની શાંતિમાં કેટલાક અસામાજીક તત્વો પલિતો ચાપી રહ્યા છે. ગતરોજ ભાદરવા પોલીસ મથકે ફરિયાદી અનિલભાઈ ભીખાભાઈ સોલંકી ફરિયાદ નોંધાવી છે કે તારીખ 22 ના રોજ પોતાની બાઈક લઈને નોકરી જતો હતો. ત્યારે મંજુસર જીઆઇડીસી ચાર રસ્તા પાસે ગામના કેટલાક શખ્સોએ તેને પકડીને બાજુમાં આવેલી અંજલ વિદ્યાલયના ખાંચામાં જીગરની વાડીએ લઈ જઈ ત્યાં મને બેસાડેલ અને અન્ય લોકોને ફોન કરીને બોલાવેલ તે સમયે 8થી 10 માણસો અને બીજા 30થી 40 જણનું ટોળું મોઢે રૂમાલ અને હેલ્મેટ બાંધીને ભેગા થઈને ગમેતેમ ગાળો બોલી ગદડા પાટુંનો માર મારી ડાબા પગના ગોઠણના ભાગે લાત મારી ગળા પર તલવાર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે પોલીસ આવી જતાં તમામ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. દરમિયાનમાં ફરિયાદીના માતાપિતા આવી જતા સવારના ચાર વાગ્યે મંજુસર ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

આ બાબતની ફરિયાદી અનિલ સોલંકી ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ફરિયાદી અબ્બાસભાઈ ઉર્ફે અજીતભાઈ પૂંજાભાઈ વાઘેલા રહે મંજુસર તાલુકો સાવલીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેમનો પુત્ર જીગર કામ માટે મંજુસર ગામે ગયો હતો. તે વખતે કેટલાક ઈસમોએ જીગર સાથે બોલાચાલી કરીને કહેલ કે તું અહીંયા બહુ ફેરા મારે છે ફરીથી આવતો નહીં નહિતર આજે તારો વારો છે તેવું જણાવતા જીગર પોતાના ઘરે આવી ગયો હતો. ત્યારબાદ 6 જેટલા યુવકો ફરિયાદીના ઘરે જઈને તેમના દીકરાને મારતા તેઓના ટોળામાંથી કોઈ હથિયાર અનિલ દેસાઈને ઝપાઝપીમાં વાગી ગયું હતું. તેવામાં આજુબાજુના લોકો આવી જતાં અન્ય હુમલાખોરો ભાગી ગયા હતા.

પોલીસ આવી જતાં અનિલ સોલંકી પોલીસને સોંપ્યો હતો. આ સમય દરમિયાન સમાજના ચંદુભાઈ અભેસિંહ વાઘેલા પોતાની કાર લઈને પોતાના ઘરે જતા હતા. ત્યારે 7થી 8 ઈસમોએ કારના આગળ પાછળના કાચ તોડીને ગદડાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર આ બાબતની ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભાદરવા પોલીસે ફરિયાદ નોંધીને એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર બંને જૂથના 20 જેટલા આરોપીઓને ઝડપીને જેલભેગા કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...