કોરોનાન સંક્રમણ / તુલસીપુરામાં સરપંચ દ્વારા માસ્ક-સેનિટાઇઝરનું વિતરણ

Distribution of mask-sanitizer by Sarpanch in Tulsipura
X
Distribution of mask-sanitizer by Sarpanch in Tulsipura

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

સાવલી. સાવલી તાલુકાના તુલસીપુરા ગામે આદિવાસી મહિલા સરપંચે કોરોનાના સંક્રમણથી ગ્રામજનોને બચાવવા જાતે સો ટકા કોટનના માસ્ક બનાવીને તેમજ વ્યકિત દીઠ સેનીટાઇઝરની બોટલો 1586 નંગ વિતરણ કરી અનોખા પ્રજાસેવકનો દાખલો રજુ કર્યો છે અને તાલુકાનો અન્ય સરપંચો માટે અનોખુ દ્રષ્ટાંત રજુ કર્યુ છે.

તેવામાં તુલસીપુરાની મહિલા સરપંચ તલાવીયા સીમાબેને પોતાના ગામના નાગરિકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે 100% કોટન કાપડના જાતે જ માસ્ક બનાવવાનું ચાલુ કરીને ગ્રામજનોને વહેંચવાનો મક્કમ નિર્ધાર કરીને માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું. દિવસ રાત એક કરીને 2000 જેટલા માસ્ક બનાવીને તુલસીપુરાના ઘરદિઠ દરેક વ્યકિત તેમજ બાળકને માસ્ક અને સેનીટાઇઝરની બોટલ વહેંચવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી