તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાવલી પોલીસ દ્વારા કલ્યાણપુરામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓનો નાશ

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂની ભઠ્ઠીમાં વપરાતા બેરલો તેમજ 8500 લિટર વોશનો નાશ કર્યો
  • પોલીસે ફરાર 8 બૂટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામે વિશ્વામિત્રી નદીના કોતરોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર સાવલી પોલીસે સપાટો બોલાવીને દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. સેંકડો દારૂની ભઠ્ઠીમાં વપરાતા બેરલો તેમજ 8500 લીટર વોશનો નાશ કર્યો છે. પોલીસના દરોડાના પગલે બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ફરાર 8 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામે વિશ્વામિત્રી નદીના કોતરોમાં દેશી દારૂની ધમધમતી સેંકડો ભઠ્ઠીઓને બાતમીના પગલે સાવલી પીએસઆઇ અલ્પેશ મહીડાએ પોલીસ ટીમ સાથે નદીના કોતરો કોર્ડ ન કરીને ઘેરો ઘાલ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડામાં હજારો લીટર દેશી દારૂ વોશનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.

પોલીસે સ્થળ પર જ તમામ મુદ્દામાલનો નાશ કર્યો હતો. જોકે પોલીસને જોઇને બુટલેગરો દારૂની ભઠ્ઠીઓ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા વિશ્વામિત્રી નદીના આંતરિયાળ કોતરો અને ખાડા ટેકરામાં સેંકડો દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. છેવાડાના ગામ હોય તેમજ આજુબાજુ જંગલ હોઇ પોલીસનું ભઠ્ઠીઓના સ્થળે પહોંચવું ભારે મુશ્કેલ પડતું હોય બુટલેગરો આ મોકાનો લાભ લેતા હતા. પરંતુ રવિવારે સાવલી પી.એસ.આઇ વહેલી સવારે જ ચુનિંદા પોલીસ જવાનોની ટીમ બનાવીને ભારે મહેનત તેમજ આંતરિયાળ રસ્તાઓ પર ભટકીને ભઠ્ઠીઓ શોધીને ઓપરેશન પાર પાડયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કલ્યાણપુરા ગામથી દેશી દારૂનો જથ્થો વડોદરા શહેરમાં ઠલવાય છે. સ્થાનિક બુટલેગરો નદીના કોતરો તેમજ અટપટા રસ્તાનો તેમજ જંગલોનો લાભ લઈને પોલીસને થાપ આપવામાં સફળ થઈ રહ્યા છે. સાવલી પોલીસે આક્રમક મૂડ ધારણ કરીને સમગ્ર પોલીસ ટીમ સાથે દરોડા પાડીને બુટલેગરોને કડક સંદેશો પૂરો પાડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગનું દારૂનો જથ્થો આ વિસ્તારના બુટલેગરો બરોડા શહેરને પૂરો પાડે છે તેવું જાણવા મળી રહ્યું છે. આ દરોડામાં એક લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે નાશ કર્યો છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સમગ્ર નદીનાં નીર પણ ચોક્કસ વિસ્તારમાં વોશના કારણે લાલઘૂમ થઈ જવા પામી છે.

સાવલી પોલીસે 8 ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. સુરજબેન તે જેસિંગભાઈ રામાભાઇ ઠાકોર, રેવાબેન તે રતિલાલ મોતીભાઈ ઠાકોર, કાનજીભાઈ ચંદુભાઈ ઠાકોર, મનિષાબેન તે ભરત ભરત ભાઈ ધનજીભાઈ ઠાકોર, ફુલાભાઈ નાનજીભાઈ ઠાકોર, ચેતનભાઇ રમેશભાઈ રાઠોડ, જગદીશભાઈ રાવજીભાઈ રાઠોડ, નર્મદાબેન તે ગોરધનભાઈ ડાહ્યાભાઈ તમામ રહે કલ્યાણપુરા તાલુકો સાવલી, જિલ્લો વડોદરા વિરુદ્ધ ગુનો નોંધીને તમામ ફરાર બુટલેગરોને ઝડપીને જેલભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...