વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગામ મો માં સાવલી પોલીસ તંત્ર એ કરી કાર્યવાહી કરી હતી. બોટાદજિલ્લા ના બરવાળા લઠ્ઠાકાંડ બાદ સાવલી પોલીસ એ બુટલેગરોની ઊંઘ હરામ કરી નાંખી હતી. સાવલીમાં પરથમ પુરા ગામે પોતાના સગાને ત્યાં ઓટલા ઉપર બેસેલ જટુભા લાલુભા રાઠોડ જે લઠ્ઠાકાંડ નો આરોપી સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. અને બોટાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ત્યારબાદ સાવલી પોલીસ દ્વારા સાવલી તાલુકાના અનેક ગામોમાં જઈ દેશી દારૂની હાટડીયો ને કરી નાબૂદ.દેશી દારૂ ના વોશ તથા દારૂ ભરેલા પીપળા તથા દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પાડીને ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો. અલગ અલગ કુલ 11 ગામોમાંથી દેશી તથા વિદેશી દારૂ મળી આવ્યો હતો. ગોઠડા, ગાંડીયાપુરા, રસાવાડી, રસુલપુર, સાવલી ટાઉન, ગરધીયા, જુના સમલાયા, આદલવાડા,કરચીયા. અલીન્દ્રા.
મણીનગરી સહીત ના ગામો માં દરોડો પાડ્યો હતો. જેમાં કુલ મળીને 665લીટર વોશ તથા 110 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની 11 બોટલો પણ બુટલેગરોના ઘરોમાંથી મળી આવી હતી. પોલીસે દરોડામાં અંદાજે 20 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓમાં વધુ પડતાં મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.