નિર્ણય:ડેસર તા. ક્ષત્રિય સમાજને દશેરાએ રેલી, શસ્ત્ર પૂજા કરવાની પરવાનગી અપાઇ

સાવલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રદ કરેલ પરવાનગી ફરી આપતાં ક્ષત્રિય સમાજમાં સંતોષની લાગણી

ડેસર તાલુકા ક્ષત્રિય સમાજની દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનની પરવાનગી રદ કરવાના મામલામાં ભારે નાટ્યાત્મક રીતે દ્વારા તંત્ર દ્વારા પરમિશન રિવાઇઝ કરતા ક્ષત્રિય સમાજમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે આગામી દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજન કાર્યક્રમની પરવાનગી સાવલી મામલતદાર દ્વારા પરવાનગી આપીને 24 કલાકમાં જ કરી દેવામાં આવી હતી. તે પ્રકરણમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યોતે હતો અને ક્ષત્રિય સમાજ તેમજ કરની સેના દ્વારા સાવલી પ્રાંતને રિવાઇઝ અરજી આપવામાં આવી હતી પરમિશન બહાલ કરવાની માંગ કરી હતી.

પરમિશન રિવાઇઝ ન કરવામાં આવે તો 12 સપ્ટેમ્બરે 10,000થી વધુ ક્ષત્રિયો દ્વારા કુલદીપસિંહ રાઉલજીના નેતૃત્વમાં મામલતદાર કચેરીનો ઘેરાવો કરવાની લેખિત ચીમકી ઉચ્ચારી મામલતદાર કચેરીમાં ઘેરાવો કરવા ક્ષત્રિયોને ભેગા થવાનું આહવાન આપાયું હતું. ગુરુવારે મામલતદાર દ્વારા નિયમો અનુસાર ક્ષત્રિય સમાજની શસ્ત્ર પૂજન કાર્યક્રમની પરવાનગી ભારે નાટ્યાત્મક રીતે બહાલ કરાઇ હતી તેના પગલે બંને તાલુકાના ક્ષત્રિયોમાં ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.

ક્ષત્રિય સમાજ અને ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા પણ દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રખાય છે અને તેના આમંત્રણના બેનરો પણ તાલુકામાં લાગી ગયા છે. ત્યારે સાવલી ડેસર તાલુકામાં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન માટે ક્ષત્રિય સમાજમાં બે જૂથ પડી ગયા છે અને બંને જૂથ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કરાયું છ.ે આમ શસ્ત્ર પૂજન કાર્યક્રમ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...