તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સાવલીમાં મહી નદીમાં ડૂબી જતા યુવકનું મોત

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવકની ફાઈલ તસવીર.
  • કનોડા ગામ પાસે 3 યુવકો નાહવા પડ્યા હતા
  • ભમ્મર ઘોડા ગામે મેલડી માતાના મંદિરે દર્શન કરી નદીમાં નાહવા પડતા ઘટના ઘટી

સાવલી પોઇચા કનોડા ગામ પાસે પસાર થતો મહી નદીમાં નાહવા પડેલ 18 વર્ષિય યુવક ડૂબી જતાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યા મુજબ પોઇચા-કનોડા ગામ ખાતે મહી નદીમાં બોરસદ જિલ્લાના બોચાસણ ગામથી 5 મિત્રો ભમ્મર ઘોડા ગામે મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા.

દર્શન કરી પરત ફરતી વેળાએ પોઇચા કનોડાં ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં 3 જેટલા યુવકો નાહવા પડ્યા હતા. તે પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે 18 વર્ષિય નયનભાઈ કનુભાઈ પરમાર રહે. બોચાસણ, જિ. બોરસદનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું છે. બનાવના પગલે બૂમાબૂમ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો.

સદર બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સાવલીના લાંછનપુરા ગામે મહી નદીમાં દોઢસોથી વધુ યુવકોના ડૂબી જવાના પગલે લાછનપુરા ખાતે તંત્ર દ્વારા નાહવાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવતા યુવકો નદીના અન્ય કિનારા તરફ વળીને નાહવાની મજા માણતા મોતને ભેટી રહ્યા છે. આમ વધુ એક આશાસ્પદ યુવકનું મહી નદીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...