કાર્યવાહી:ખાખરીયામાં કોપરની ચોરી કરનારા 2 ઝડપાયા

સાવલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • LCBએ 1,35,000નો મુદ્દામાલ પકડ્યો

સાવલી તાલુકાના ખાખરીયા ગામની સીમમાં યશ હાઈવોલ્ટેજ લિમિટેડમાંથી ચોરી કરનાર ઈસમો આવે છે. જેવી બાતમી મળતા વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.એ વોચ ગોઠવી હતી .તે દરમિયાન બે ઈસમો સફેદ કલરની એકટીવા લઈને આવેલા, તેમાં શંકા જતા કોપર બ્રાંચના પાર્ટસ મળી આવ્યા હતાં. બિલ આધાર પુરાવા માગતાં પકડાયેલ બંને ઈસમોએ પોતાની પાસે બિલ આધાર પુરાવા નહિ હોવાનું જણાવેલું.

જેથી શંકા જતા સાવલી પોલીસ સ્ટેશનમાં આ બે ઇસમોને લાવીને વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે વધુ ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા આ કોપરબ્રાંચના પાર્ટ્સ (યશ હાઈવોલ્ટેજ લિમિટેડ) ખાખરીયા ખાતે આવેલ કંપનીમાં નોકરી ઉપર જતા હતા.

ત્યારે કંપનીમાં નોકરી ઉપરથી છુટતી વખતે (1)પાર્થ પંડ્યા રહે કલોલના હોઇ દેખરેખ રાખતા અને (2) જયેશભાઇ પરમાર રહે, કાલોલ પોતાના જેકેટમાં કંપનીના શેડમાંથી કોપર બ્રાચ પાસ કરી લાવીને કંપનીનાં કમ્પાઉન્ડમાં મુકેલી એકટીવાની ડેકીમાં મુકી ચોરી કરી લાવતા તેવી હકીકત જણાવેલી. વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે બે મોબાઇલ ફોન અને એક એકટીવા મળીને 1,35,000નો મુદ્દામાલ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...