તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદર્શન:સાવલીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસની જનચેતના રેલી

સાવલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય કોંગ્રેસના મંત્રી નરેશભાઈ રાવલની અધ્યક્ષતામાં મોંઘવારીના વિરોધમાં યોજાયેલી રેલી. - Divya Bhaskar
સાવલી કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય કોંગ્રેસના મંત્રી નરેશભાઈ રાવલની અધ્યક્ષતામાં મોંઘવારીના વિરોધમાં યોજાયેલી રેલી.
  • પ્લેકાર્ડ, બેનરો સાથે કોંગી કાર્યકરોએ રેલી કાઢીને સૂત્રોચ્ચાર કર્યા

સાવલી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે પટેલ વાડી ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ મંત્રી નરેશભાઈ રાવલની અધ્યક્ષતામાં સમારોહ યોજી ત્યાર બાદ જનચેતના યાત્રા કાઢી હતી અને સૂત્રોચ્ચાર કરીને સરકાર વિરોધી દેખાવો કર્યો હતો કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની પ્રજાવિરોધી નીતિ અને પ્રજાને લૂંટવાની નીતિનો વિરોધ અને આક્ષેપ સાથે સાવલી નગરની પટેલ વાડી ખાતે તાલુકા અને જિલ્લાના કોંગી અગ્રણીઓની હાજરીમાં સમારોહ યોજાયો હતો. આ વેળાએ ખાસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી નરેશભાઈ રાવલ ખાસ હાજર રહ્યા હતા.

તેઓએ પ્રાસંગિક પ્રવચનમાં સરકારની પ્રજાવિરોધી નીતિની અને માત્ર 5 ઉદ્યોગપતિઓની સરકાર ગણાવીને આકરા શાબ્દીક પ્રહાર કર્યા હતા. જ્યારે માજી ધારાસભ્ય કુમારસિંહ ચૌહાણ પ્રાસંગિક પ્રવચનમાં યુપીએના શાસનમાં 10 રૂપિયા ગેસ બોટલમાં વધતા હતા ત્યારે સમગ્ર દેશને બંધ પાડનારા અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનારા તત્વો આટલી અસહ્ય મોંઘવારી સમયે કેમ ચૂપ છે.

તેવા વેધક સવાલો કર્યા હતા. જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર કોકોએ પણ મોદી સરકારને આડે હાથે લીધી હતી અને ભ્રષ્ટાચારી સરકાર અને ગરીબોનું શોષણ કરનારી સરકાર ગણાવીને આગામી સમયમાં ભાજપની સરકારને ઉખેડી ફેંકવા આહવાન કર્યું હતું. ત્યારબાદ વિવિધ પ્લેકાર્ડ અને બેનરો થકી તાલુકાના મોટાભાગના કોંગી કાર્યકરોએ સાવલી નગરના જાહેર માર્ગો પર રેલી કાઢીને સૂત્રોચ્ચાર કર્યો હતો. જનતાને જાગૃત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.

હાલના કોરોના કાળમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે કપાસિયા તેલ, સીંગતેલ, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિતની જીવનજરૂરિયાત ચીજવસ્તુઓનાં કમરતોડ ભાવ વધારાને પગલે જનતાનું જીવન ભારે વિષમ પરિસ્થિતિમાં મુકાયું છે.

ત્યારે સત્તાના મદમાં આંધળી બનેલી ભાજપ સરકારની આંખો ખોલવા માટે પ્રદેશ પ્રતિનિધિ નરેશભાઈ રાવલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો ડો પ્યારે સાહેબ રાઠોડ સાવલી નગર કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય સિંહ વાઘેલા માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ દિલીપભાઈ દાઢી સહિત તાલુકાના જિલ્લામાં ચૂંટાયેલા વિવિધ પાંખનાચૂંટાયેલા સભ્યો અને કોંગી અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરીને સૂત્રોચ્ચાર કરીને પ્રજાની પડતી આ મુશ્કેલીને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે સાવલી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...