તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ:સાવલીમાં ઇજારદારે પરવાના વગર બાંધકામ કરતાં ફરિયાદ

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટું બાંધકામ કરતાં કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ
  • પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ શરૂ

સાવલી નવીન શાક માર્કેટની બાજુમાં પાલિકાની માલિકીની મિલકતમાં પાલિકાના ઠરાવ કે ટેન્ડર વગર અને કોન્ટ્રાક્ટ વગર પાલિકાની જમીનમાં કબજો કરવા તેમજ નાણાકીય લાભ લેવાના આશયથી ખોટી રીતે બાંધકામ કરનાર ઇસમો વિરુદ્ધ શહેર પ્રમુખ કલ્પેશ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદી કલ્પેશ પ્રવિણચંદ્ર પટેલ રહે સાવલીએ લેખિતમાં ફરિયાદ કરી છે કે સાવલી નગરપાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડ સામે દામાજીના ડેરા પાસે શાક માર્કેટની બાજુમાં પાલિકાની ખુલ્લી જગ્યા છે. પાલિકા દ્વારા કોઈ બાંધકામ કે કોઈપણ પ્રકારના શેડ ઉભા કરવા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને પરવાનગી આપી નથી. તેમ છતાંય રૂપેશ ઠક્કર રહે, વિદ્યાનગર આણંદ તેમજ પ્રિયાંકભાઈ એન્જિનિયર ગેરકાયદે રીતે પાલિકાની જમીનનો કબજો કરવા નાણાકીય લાભ મેળવવાના આશયથી મળતિયાઓના ઈશારે ખોટી રીતે બાંધકામ કરી રહેલા છે.

આ બાબતે પાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલ અને યુનુસભાઈ શેખ ના હોઇ પાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું તે સમયે પ્રાંત અધિકારી જે ચૂંટણી અધિકારી હતા તેમણે આચાર સંહિતાનો ભંગ થતો હોઇ અને પાલિકા દ્વારા બાજુમાં બાંધકામ થતું હોઇ અટકાવવા અને આચાર સંહિતાનો ભંગ બદલ કાર્યવાહી કરવા અરજી કરી હતી. તેનો જવાબ તા. 29 જાન્યુઆરી 2021 ના રોજ સાવલી પાલિકાના નોડલ અધિકારી તથા ચીફ ઓફિસરની સહી સિક્કાવાળા પત્રમાં જણાવેલ કે પાલિકા દ્વારા કોઈ ટેન્ડર બહાર પાડેલ નથી. જેની અરજી તા. 30 જાન્યુઆરીના રોજ કરેલ અને જણાવેલ કે સાવલી શાક માર્કેટની બાજુમાં થતું ગેરકાયદે બાંધકામ અટકાવવું. પરંતુ આજ દિન સુધી ચીફ ઓફિસર તરફથી કોઈ જવાબ આપેલ નથી.

આમ પાલિકાની માલિકીની જગ્યામાં બિન પરવાનગી અને મનસ્વી રીતે બાંધકામ કરતા ઇસમો તેમજ પાલિકાનો કોઈ કર્મચારી કે અધિકારી કે પદાધિકારી સંડોવાયેલ હોય તો તેને પણ આરોપી તરીકે સામેલ કરવા સાવલી શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ 2 ના કોર્પોરેટર કલ્પેશ પટેલ પાલિકાના સભ્યની રૂએ જવાબદારી થતી હોઇ સાવલી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...