ભાસ્કર વિશેષ:ટુંડાવમાં સૈયદ મૂર્તુજા અલી બાવા કાદરીના ઉર્સની ઉજવણી

સાવલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોમી એક્તાના ભાગ રૂપે કવ્વાલી અને ડાયરો યોજાયો. - Divya Bhaskar
કોમી એક્તાના ભાગ રૂપે કવ્વાલી અને ડાયરો યોજાયો.
  • લોકડાયરો અને કવાલી પ્રસંગે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા

સાવલી તાલુકાના ટુંડાવ ગામે આશરે 500 વર્ષ જૂની અને કોમી એકતાના પ્રતીક સમી હઝરત પીર સૈયદ મૂર્તુઝા અલી બાવા કાદરી ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકડાયરો અને કવાલી પ્રસંગે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાવલીના ટુંડાવ ખાતે આવેલ હઝરત સૈયદ પીર કાદરી મુરતુજા બાબાના કોમી એકતાના પ્રતીક સમી દરગાહ આવેલી છે.

જે હજારો હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. તેવામાં ગતરોજ ઉર્ષ મુબારકની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ટુંડાવ ગરાસિયા સમાજ વતી કવાલી તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ પ્રથમવાર ભારે ઉત્સાહ અને ધામધૂમ સાથે ઉર્ષની ઉજવણી કરાઈ હતી.

લોકવાયકા પ્રમાણે મૂળ બગદાદના ગોસપાકના વંશજ એવા સૂફી સંત મુર્તુઝા અલીબાબાએ સમગ્ર જીવન માનવ કલ્યાણ અને સદાચાર ની ભાવના સાથે જીવન વિતાવ્યું હતું. સમગ્ર પંથકના લોકો અહીંયા ભારે આસ્થાથી માથું ટેકવે છે.

નાતી જાતિના ભેદભાવ વગર આ દરગાહ પર તમામની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને નિસંતાન મહિલાઓનો જમાવડો સમગ્ર રાજ્યભરની મહિલાઓનો અહીંયા રહે છે. તેવામાં આ દરગાહની પૂણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુફી કવાલીનો શાનદાર કાર્યક્રમ ઉર્ષ કમિટીના દ્વારા આયોજિત કરાયો હતો.

મૂર્તુજા અલીબાબાની ઉર્ષની બે દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. વિતેલા બે વર્ષ સાદગી પૂર્ણ રીતે ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાની ગતિ મંદ પડતાં આ વર્ષે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની લાગણી સાથે ધામધૂમ પૂર્વક ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...