ભાજપમાં ખુશીની લહેર:સાવલી તાલુકાના પોઇચા (ક) તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય

સાવલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5191 પૈકી 2987 મતદારોએ મતદાન કર્યું : ભાજપે 989 મતોની જંગી સરસાઈથી બેઠક પર જીત મેળવી

સાવલી તાલુકાના પોઇચા કનોડાની તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મીનાબેન કનુભાઈ ગોહિલનુ કોરોનાની બીમારીના કારણે અવસાન થયુ હતું. જેની પેટા ચૂંટણી યોજાઇ હતી અને મંગળવારે મતગણતરી હાથ ધરાઇ હતી. એમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. 17 પોઈચા કનોડા બેઠકના કુલ 5191 મતદારો પૈકી 2987 મતદારોએ મતદાન કર્યું હતું. આં કુલ 57.54 ટકા મતદાન થયું હતું. જેની મંગળવારે તાલુકા સેવા સદન ખાતે મતગણતરી હાથ ધરાતાં કોંગ્રેસના ઉમેદવાર ચતુરબેન મોતીભાઈ ગોહિલને 974 ત્યારે ભાજપના ઉમેદવાર સેજલબેન કલ્પેશકુમાર ગોહિલને 1963 મતો મળ્યા હતા.

જ્યારે નોટોમાં 50 મત પડ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર સેજલબેન ગોહિલ 989 મતોની જંગી સરસાઇથી વિજયી નિવડ્યા હતા. જીત બાદ ધારાસભ્ય કેતન ઇનામદારના ફાર્મપર સ્વાગતકરી ફટાકડા ફોડી અભીનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપાના સંગઠનના હોદ્દેદારો, સાવલી તાલુકાના નગરપાલિકાના સંગઠનના હોદ્દેદારો, તેમજ તાલુકા જિલ્લા નગરના સભ્યો કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...