તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:ભાજપના કાર્યકરોએ રામધૂન કરી શાળાને તાળાબંધીની ચીમકી આપી

સાવલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાદરવા ગામે કન્યા શાળાને મર્જ કરવાના વિરોધમાં ભાજપના હોદ્દેદારો અને વાલીઓ સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી. - Divya Bhaskar
ભાદરવા ગામે કન્યા શાળાને મર્જ કરવાના વિરોધમાં ભાજપના હોદ્દેદારો અને વાલીઓ સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી.
  • સરકાર વિરુદ્ધ ભાજપના જ કાર્યકરો મેદાને પડ્યાં

સાવલી તાલુકાના ભાદરવા ગામે સરકારી શાળાઓને મર્જ કરવાના નિર્ણયનો વાલીઓ દ્વારા તેમજ ભાજપના હોદ્દેદારો દ્વારા રામધૂન તેમજ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિનો વિરોધ કરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ઓછી વિદ્યાર્થીની સંખ્યા વાળી શાળાઓને મર્જ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે વાલીઓમાં અને ખુદ ભાજપના જ નેતાઓમાં અસંતોષની લાગણી ફેલાઇ છે.

શુક્રવારે ભાદરવા કન્યાશાળા મર્જ કરવાના વિરોધમાં ભાદરવા બેઠકના ભાજપના માજી જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ગામેચીના નેતૃત્વ હેઠળ વાલીઓએ શાળા કેમ્પસમાં રામધૂન બોલાવીને તેમજ સૂત્રોચ્ચાર કરીને વહેલી તકે નિર્ણય પાછો ખેંચવાની માગ કરી છે અને સરકારના નિર્ણયની ટીકા કરીને વિરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ધારાસભ્ય કેતન ઇનામદારે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તેવામાં ભાજપના અન્ય હોદ્દેદારોની નારાજગી એ ભારે ચર્ચા જગાવી છે.

સાથે સાથે ભાદરવા સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ પણ આ બાબતનો વિરોધ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે શાળા મર્જ થવાથી વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધવાની આશંકા વ્યક્ત કરીને કોંગ્રેસ-ભાજપના હોદ્દેદારો પણ રાજ્ય સરકારના નિર્ણયની સામે વિરોધમાં સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...