તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:સાવલી પાલિકાના 6 વોર્ડ માટે ભાજપ-કોંગ્રેસે 31 ફોર્મ ભર્યા

સાવલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ દ્વારા નીકળેલી રેલીએ નગરમાં આકર્ષણ જમાવ્યું

સાવલી તાલુકામાં શુક્રવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોએ ભારે ધામધૂમ પૂર્વક અને વાજતે ગાજતે ધારાસભ્યની આગેવાનીમાં ઉમેદવારીપત્રો ભર્યા હતા. સાવલી તાલુકાની પાંચ જિલ્લા પંચાયતની બેઠકો તેમજ તાલુકા પંચાયતની 22 બેઠકો તેમજ નગરપાલિકાના છ વોર્ડ માટે ઉમેદવારો શુક્રવારે પૂ. સ્વામીજીના આશીર્વાદ લઇ ભીમનાથ મહાદેવ મંદિર ખાતેથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને સાવલી તાલુકા સેવાસદન ખાતે જઈને ઉમેદવારીપત્રો ભર્યા હતા.

ભાજપની નીકળેલી રેલીએ સમગ્ર નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ઠેર ઠેર કેસરિયો લહેરાતો જોવા મળ્યો હતો અને બીજી બાજુ ફોર્મ ભરવાને માત્ર એક દિવસ બાકી હોય કોંગ્રેસ નગરપાલિકાની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. પરિણામે કેટલાક ટિકિટ વાંછુંકો ચૂપચાપ ફોર્મ ભરી ગયા હતા.

આમ કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશા જ્યારે ભાજપની છાવણીમાં ભારે ઉત્સાહ વર્તાતો હતો. જ્યારે પાંચ જિલ્લા પંચાયતો ભાદરવા, ગોઠડા, વાંકાનેર, ધનતેજ અને પીલોલ જિલ્લા પંચાયત માટે શુક્રવારે ભાજપ-કોંગ્રેસ તરફથી 20 ઉમેદવારીપત્રોની સાથે કુલ 22 ફોર્મ ભરાયા છે. જ્યારે નગરપાલિકા માટે ભાજપ કોંગ્રેસ તરફથી ૩૧ ઉમેદવારી પત્રો ભરાયા છે જ્યારે તાલુકા પંચાયત માટે કુલ 61 ફોર્મ ભરાયાં છે. જેમાં કોંગ્રેસ તરફથી 16, બસપા તરફથી 3 અને આમ આદમી પાર્ટી તરફથી એક ફોર્મ ભર્યું છે. જ્યારે ભાજપ તરફથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સાવલી પાલિકા માટે તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભાજપના નિશાન પર ભરી દીધા છે. જ્યારે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના એકલ દોકલ ફોર્મ ભરાયા છે. આમ કોંગ્રેસ પાર્ટીમાં સંગઠન અને આત્મવિશ્વાસનો અભાવ હોય તેવું જણાઈ રહ્યું છે અને શનિવાર, 13મી તારીખ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હોઈ ભારે રસાકસી અને ખેંચતાણ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

શુક્રવારે તાલુકાની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ગોઠડા જિલ્લા પંચાયતની બેઠક માટે ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, એડવોકેટ રણજીતસિંહ રાઠોડ કોંગ્રેસ તરફથી જ્યારે ભાજપ તરફથી દિલીપ ચૌહાણે ઉમેદવારી ભરી છે. જ્યારે જિલ્લા પંચાયત માટે જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખના પત્ની મીનાબેન પરમારે ભાજપ તરફથી ફોર્મ ભર્યું છે. જ્યારે ધનતેજ જિલ્લા પંચાયત માટે બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલના પત્ની ગીતાબેન પટેલે કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો