સાવલી તાલુકાના મુવાલ રોડ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહ રાઉલજી એ ક્ષત્રિય સમાજની વર્ષો જૂની લાગણી અને માંગણીના ભાગરૂપે જમીન સહિત આશરે કુલ 2 કરોડથી વધુના સ્વખર્ચે બનાવીને સમાજને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રવિવારે આશરે 25 હજારથી વધુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને યુવકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે રાજભા ગઢવી અને શીતલબેન ઠાકોરનો લોકડાયરો યોજાયો હતો. જેમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસનું અને ક્ષત્રિય ધર્મના ગુણગાન ગાતા દુહા મુક્તક હાઈકુ અને લોકગીતો ભજનો રજૂ કરવામાં આવ્યા હતા.
આ વેળા એ કુલદીપસિંહે સમાજ માટે જે બલિદાન અને દાન આપ્યું છે તે સમાજના આગેવાનો અને સંતોએ બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમાજને વાડી અર્પણ કરવા પાછળનો હેતુ સમાજને એક કરવાનો જણાવીને કુલદીપસિંહે આ વાડીનું સંચાલન ક્ષત્રિય સમાજ કરશે. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં કુલદીપ સિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સમાજ માટે જીવીશ અને દેશ આઝાદ થયો ત્યારની ક્ષત્રિય સમાજની વાડીનું સ્વપ્ન હતું, એ આજે ગુજરાત સ્થાપના દિને સાકાર થયું છે.
યુવાનો જેમને બેકારીનો પ્રશ્ન છે તે પણ સમાજના યુવકો માટે આગામી સમયમાં રૂપરેખા ઘડવામાં આવશે. સાથે સાથે પોઇચા ચોકડી ખાતે આવનાર મહિને મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સમાજની વાડીના ભૂમિ પૂજન નિમિત્તે જ આવનારી 10મી તારીખે એ ક્ષત્રિય સમાજની દીકરીના લગ્ન માટે તેના પરિવારે આ જગ્યાની માંગણી કરતા કુલદીપસિંહે તમામ પ્રકારની મદદ કરવાનું વચન આપ્યું છે. આ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી, માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રામસિંહ વાઘેલા, બરોડા ડેરીના ડિરેક્ટરો તેમજ કરણી સેનાના આગેવાનો અને ક્ષત્રિય સમાજના રાજ્યભરના આગેવાનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.