ગોઠડામાં કોમી અથડામણ:આઠ આરોપીની ધરપકડ; તોફાન બાદ પોલીસની તમામ એજન્સી દોડી આવી, ગામમાં ચુસ્ત બંદોબસ્ત

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આગેવાનો સાથે શાંતિ મિટિંગનું આયોજન કરાયું

સાવલીના ગોઠડા ગામે ગત રાત્રે થયેલા કોમી અથડામણમાં સાવલી પોલીસ મથકે બે કોમના સંડોવાયેલા શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. તેમજ બંને કોમના 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ તાત્કાલિક જિલ્લા પોલીસની તમામ એજન્સી ગોઠડા ગામે દોડી આવી હતી અને સ્થિતિને કાબૂમાં કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગ્રામજનો સાથે મીટિંગનું પણ આયોજન કર્યું હતું. ફરિયાદી ધર્મેશ રવજીભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

15ના ટોળાએ પથ્થરમારો કર્યો
મંગળવારે સાંજે નોકરીથી પરત આવ્યા બાદ 3 મિત્રો સાથે બાઇક પર સાવલી ગયા હતા. ત્યારબાદ ગોઠડા ગામે પરત આવતાં ગામના મસ્જિદ નજીક ચકલા પાસે બાઇક ઊભી રાખી માવો ખાતા હતા, ત્યારે ગોઠડામાં રહેતા શકીલ પરમાર, મોઈન પઠાણ, જાવીદ મલેક, અક્રમ કુરેશી તેમજ અન્ય મિત્રો બેઠા હતા. તેઓને ધર્મેશ પરમાર માવો ખાતા સમયે આંગળી કરતો હોય તેવું લાગતાં તેઓએ ધર્મેશ તેમજ અન્ય બે મિત્રોને ગાળાગાળી કરી હતી. તે સમયે ધર્મેશે ગાળો ન બોલવાનું કહેતાં જતાં રહ્યા. ​​​​​​​થોડીવારમાં ઉપરોક્ત ચાર વ્યક્તિ સાથે અન્ય સલીમ કાસમ અલી સૈયદ, ઝાકીર અલી સૈયદ સહિત અન્ય 15ના ટોળાએ આવી ગાળો બોલી પથ્થરમારો કરતાં ધર્મેશના માથામાં પથ્થર વાગ્યો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ અંગે ધર્મેશે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી બુધવારે શકીલ પરમાર, જાવીદ મલેક, અક્રમ કુરેશીની ધરપકડ કરી છે. જ્યારે સામે પક્ષે અકરમ કનુભાઈ કુરેશીએ સાવલી પોલીસ મથકે ધર્મેશ પરમાર, કુલદીપ મકવાણા, અશોક પરમાર, નિલેશ ઠાકોર પરમાર, અર્જુન પરમાર, હિતેશ પરમાર, ક્રિશ પરમાર તથા અન્ય 15ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ​​​​​​​જેના આધારે પોલીસે ઉપરોક્ત 7 અને અન્ય 15 સામે રાયોટિંગનો ગુનો નોંધી બુધવારે ધર્મેશ, કુલદીપ, અર્જુન, ક્રિશ તમામ રહે.ગોઠડાની ધરપકડ કરી છે. બંને પક્ષે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.રાત્રે પોલીસે ગોઠડામાં બંને કોમના આગેવાનો સાથે મીટિંગ કરી હતી. બુધવારે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું.