તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સાવલી તાલુકાના યુવાનોને કોરોનાની રસી આપવા પ્રાંત અધિકારીને આવેદન

સાવલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 18થી 45 વર્ષના નાગરિકોને વેસ્કિન મૂકવા માટે તંત્રના ઠાગાઠૈયાં
  • ગોઠડા જિ.પંચાયતના સદસ્ય દ્વારા તાત્કાલિક યુવાનોનું રસીકરણ ચાલુ કરવા માંગ

સાવલી તાલુકામાં કોરોના મહામારીના પગલે ચાલુ કરેલ રસીકરણમાં 18થી 45 વર્ષના યુવકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી ન મુકવામાં આવતા તાત્કાલિક અસરથી તાલુકાના યુવાનોને રસીકરણ કરવાનું ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્યએ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવીને ઘટતું કરવાની માંગ કરી છે. હાલમાં ચાલી રહેલ કોરોના કાળમાં વેક્સિન જ જીવન બચાવવા માટેનું મહત્વનું પરિબળ છે. ત્યારે સમગ્ર દેશમાં નાગરિકો સરકાર દ્વારા આપવામાં આવતી રોગ પ્રતિકારક શક્તિ વધારતી રસી મુકાવી રહ્યા છે. તેવામાં વિવિધ વિવિધ સમયે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને રસી મુકવા માટેના માપદંડ નક્કી કરાયા છે.

તેવામાં સૌપ્રથમ 45 વર્ષથી ઉપરના નાગરિકોને તેમજ સિનિયર સિટીઝનોને રસી મૂકવાનું તેમજ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન વોરિયર્સ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતનાઓને રસી મૂકવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકાર દ્વારા 18થી 45 વર્ષના નાગરિકોને પણ રસી મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અજ્ઞાત કારણોસર તાલુકાના યુવાનોને આરોગ્ય વિભાગ દ્વારા રસી મુકવા માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે અને તાલુકાના મોટાભાગના યુવકોને રસી આપવામાં આવતી નથી.

જ્યારે જાણવા મળ્યા પ્રમાણે શહેરના યુવાનોને રસીકરણ ચાલુ હોવાનું આક્ષેપ લગાવીને ગ્રામ્ય લેવલ અને શહેરી લેવલના યુવાનો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ભેદભાવ રખાતો હોવાનું આક્ષેપ સાથે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ તેમજ મયુભાઈ સૈયદ તેમજ વિજયભાઇ રાઠોડ દ્વારા તાલુકાના યુવાનોને વહેલી તકે રસીકરણ ચાલુ થાય તેવી પ્રબળ માંગ સાથે લેખિત આવેદનપત્ર પ્રાંત અધિકારી વીએમ રાજપૂતને સુપ્રત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...