સૂત્રોચ્ચાર કરી વિરોધ:મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોને પૂરતી વીજળી આપવા બાબતે આવેદન

સાવલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા કોંગ્રેસના અગ્રણીઓ નજરે પડે છે. - Divya Bhaskar
સાવલી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં મોંઘવારીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરતા કોંગ્રેસના અગ્રણીઓ નજરે પડે છે.
  • સાવલી તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
  • વધતી મોંઘવારી, બેરોજગારી બાબતે સરકારને ઘટતું કરવા માગ

સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં વધતી જતી મોંઘવારી તેમજ બેરોજગારી અને ખેડૂતોને 12 કલાકની વીજળીની માંગ કરતું પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સરકારને ઘટતું કરવા માંગ કરી છે. સોમવારે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો તેમજ સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિક અલી સૈયદની આગેવાનીમાં સાવલી પ્રાંત ઓફિસરને પ્રજાને લગતી વિવિધ સમસ્યાને હલ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે હાલના સમયે રાજ્યના યુવાનોને નોકરી નથી મળતી. બેરોજગારીનો આંક વઘ્યો છે.

સાથે સાથે ખેડૂતોને આઠ કલાકને બદલે 12 કલાક વીજળી પુરવઠો પૂરો પાડવાની માંગ કરવામાં આવી હતી. તેમજ રાજ્યની જનતા પેટ્રોલ-ડીઝલ રાધણ ગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અસહ્ય ભાવ વધારાને કારણે પ્રજાને મોંઘવારીમાં પીસાઈ રહી છે. તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી હતી. તેમજ તમામ નર્મદા કેનાલની વિવિધ બ્રાંચોની સફાઈ કરીને તાત્કાલિક ધોરણે ખેતરે ખેતરે પાણી પહોંચાડવા માટે માંગ કરવામાં આવી હતી.

સાથે સાથે તાલુકામાં અનિયમિત એસ.ટી બસ સેવા બંધ કરી દેવાના કારણે વિદ્યાર્થીઓને પડતી અગવડતા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોએ પકવેલા પોષણ ક્ષમ ભાવની માંગ કરીને તેમજ ખાતર અને બિયારણ સસ્તા કરવાની માંગ સાથે તાત્કાલિક ધોરણે અમલ કરવાની માંગ કરતું આવેદન પત્ર તાલુકાના કોંગી અગ્રણીઓ દ્વારા પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ સાગર કોકો, સાદીક આલી સૈયદ, મયુદ્દીન સૈયદ, સાવલી શહેર કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા વિવિધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...