તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સાવલી તાલુકાના વિવિધ પ્રશ્નો સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવલીમાં તાલુકાના પ્રજાના પ્રશ્નો લઈને આમ આદમી પાર્ટી સક્રિય થઇ

સાવલી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ મહત્વના લોક પ્રશ્નોને જેમાં પ્રાઇવેટ સ્કૂલની ફી માફી તેમજ બે વિવિધ માર્ગોને પહોળા કરવાની માંગણીને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઘટતું કરવાની માંગ કરી હતી.

સાવલી તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા હાલ કોરોના કાળમાં નાગરિકો રોજગારીને લઈને આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્યમાં ચાલતી ખાનગી શાળાઓની ફી માફીના મુદ્દે માંગણી કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે સાથે લસુન્દ્રાથી સુભેલાવ રોડ પર ભારે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ પથરાયેલી છે. એવામાં લસુન્દ્રા ગામની સીમમાં એશિયામાં જેની ગણના થાય છે. તેવી રિસર્ચ સેન્ટરની સ્થાપના થયેલી છે અને આ સેન્ટરનું ઉદઘાટન માટે મુખ્યમંત્રી પણ લસુન્દ્રા ગામે પધાર્યા હતા.

લસુન્દ્રા સુભેલાવ રોડ પર આવેલી વિવિધ ફેક્ટરીઓના ઉત્પાદિત થયેલ માલ અને રો મટીરીયલ લઈને આવતા વિવિધ વાહનોને લઈને સાંકડા માર્ગના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે અને વાહનો પલટી ખાઇ જવાના પણ બનાવો બને છે. જેને લઇને સાવલી તાલુકા આમ આદમીના ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાણાએ આવેદનપત્ર પાઠવીને સંબંધિત વિભાગને ઘટતું કરવા માંગ સાથેનું આવેદનપત્ર સાવલી મામલતદાર અરવિંદ ભાટિયાને સુપ્રત કર્યું હતું.

સાથે સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગોઠડાથી સામંતપુરા રોડની જમણી બાજુ 200 મીટર જેટલા રસ્તાને માટી મેટલ કરીને ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ઘૂસતા અટકાવવા માટે યોગ્ય પગલા લેવા ખેડૂતલક્ષી નિર્ણય લેવાની માંગ સાથેનું આવેદનપત્ર સાવલી શહેર પ્રમુખ હિતેશ વાઘેલા ઉપપ્રમુખ પ્રવીણ સિંહ રાણા, કિરણ સિંહ વાઘેલા સહ પ્રભારી ભઇજી રામ મહારાજ સહિત આમ આદમીના વિવિધ વધારો આવેદનપત્ર પાઠવીને યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...