કાર્યવાહી:સાવલીમાં વધુ એક ચાઈનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોઠડાથી ચાઇનીસ દોરીની 58 રીલ 17400ની જપ્ત

સાવલી તાલુકાના ગોઠડા ગામે જિલ્લા એલસીબીની ટીમે ચાઇનીસ દોરી 58 રીલ 17400 રૂપિયા​ના જથ્થા સાથે એકની ઝડપી જેલ ભેગો કર્યો હતો. સમગ્ર રાજ્યમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરી અને ટુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પરંતુ વિપુલ માત્રામાં ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે અને અનેક નિર્દોષ રાહદારીઓ​ના જીવનો ભોગ લીધો છે. તેવામાં જિલ્લા એલસીબીની ટીમે ગોઠડા ગામે દરોડો પાડીને મહાકાળી પ્રોવિઝન સ્ટોરમાંથી 58 રિલ કિંમત રૂપિયા 17400ની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે.

એલસીબીની ટીમે અજય ચંદુભા સોલંકી નામના યુવકની ધરપકડ કરીને સાવલી પોલીસના હવાલે કર્યો છે. સાવલી તાલુકામાંથી પાંચમી તારીખે 72 નંગ રીલ 16,800ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. ત્યારબાદ 7 તારીખે વાંકાનેર ગામેથી 101 રીલ 28,200ના મુદ્દામાલ અને આજે ગોઠડા ગામેથી 58 રીલ 17400ના મુદ્દામાલ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીને પોલીસ મથકમાં જ જામીન મળી જતા હોવાથી જીવલેણ દોરીના વેપલાને વેગ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...