તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મંજૂસર GIDCમાં એડવાન્સ રેઝિન પ્રા. લિ. કંપનીમાં આગ

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી મંજૂસર જીઆઈડીસીમાં એડવાન્સ રેઝિન નામની કંપનીમાં લાગેલી ભીષણ આગ નજરે પડે છે. - Divya Bhaskar
સાવલી મંજૂસર જીઆઈડીસીમાં એડવાન્સ રેઝિન નામની કંપનીમાં લાગેલી ભીષણ આગ નજરે પડે છે.
  • આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
  • મોડી રાત્રે આગ લાગી : 6 ફાયર ફાઈટરોની મદદથી સવારે 4 વાગે આગ કાબૂમાં આવી

સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી એડવાન્સ રેઝિન પ્રા લિ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી.ગતરોજ મોડી રાતે 11:00 બાદ મંજૂસર GIDCમાં આવેલ એડવાન્સ રેઝિન નામની કંપનીમાં અગમ્ય કારણોસર ભારે ભીષણ આગ લાગી હતી. આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા અને ભારે લપકારા મારતી આગની જ્વાળાઓથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. આગના પગલે ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જાણવા મળ્યા પ્રમાણે આ કંપની કલર મટીરીયલ બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

જ્યારે કોઈ જાનહાનિ થવાના અત્યાર સુધી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી. મંજૂસર એમજીવીસીએલ દ્વારા સાવચેતીના ભાગરૂપે આજુબાજુના ઔદ્યોગિક એકમોને પણ વીજળી સપ્લાય બંધ કરીને તકેદારી રાખવામાં આવી હતી. આગમાં કંપનીનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. નુકસાનીનો આંક ભારે મોટી સંખ્યામાં હોવાનો મનાઈ રહ્યું છે.

કુલ 6 ફાયર ફાઇટરો આગ ઓલવવા માટે કામે લગાડવામાં આવ્યા હતા અને સવારે 4:00 વાગે આગ કાબૂમાં આવી હતી. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ કંપનીમાં ફાયર સુવિધા નો ભારે અભાવ જોવા મળ્યો હતો અને આગ ઓલવવા માટે દૂર સુધી પાણી લેવા ફાયર બ્રિગેડના જવાનો રહેવું પડ્યું હતું. આમ કંપની પાસે ઈમરજન્સી વેળાએ સ્ટોરેજ પાણીની ભારે અછત જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...