તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ટુંડાવ પાસે ખેતરમાં મિથેનોલ ભરેલું ટેન્કર પલટી ખાતાં આગ

સાવલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટુંડાવ પાસે મિથેનોલ કેમિકલ ભરેલી ટેન્કરમાં લાગેલી આગેને બુઝાવતા ફાયર બ્રિગેડના જવાનો. - Divya Bhaskar
ટુંડાવ પાસે મિથેનોલ કેમિકલ ભરેલી ટેન્કરમાં લાગેલી આગેને બુઝાવતા ફાયર બ્રિગેડના જવાનો.
 • સાવલી ભાદરવા પોલીસે બંને સાઈડનો ટ્રાફિક ડાયવર્ટ કર્યો
 • 11 ફાયર ફાઈટરોએ અઢી કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી

સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે મેઇન રોડ પર આવેલા તમાકુના ખેતરમાં મિથેનોલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેથી બિહામણા દૃશ્યો સર્જાયા હતા. બનાવના પગલે સાવલી ભાદરવા પોલીસે બંને સાઈડનો ટ્રાફિક ડાયવર્ટ કરી વધુ જાનહાનિ ન થાય તે માટે કવાયત હાથ ધરી હતી. 11 ફાયર ફાઇટરોએ અઢી કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.સાવલી વડોદરા રોડ પર ટુન્ડાવ ગામ પાસે મિથેનોલ કેમિકલ ભરેલું વીસ હજાર લિટરનું ટેન્કર પલ્ટી ખાઈ ગયા બાદ તેમાં આગ લાગી હતી. આગ એટલી બેકાબૂ બની હતી કે ગમે ત્યારે ટેન્કર ફાટે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ટેન્કરમાં રહેલા કેમિકલમાં આગના પગલે ભારે બિહામણા અવાજો આવતા હતા. જાણવા મળ્યા પ્રમાણે ટેન્કર વડોદરાથી સાવલી તરફ જઈ રહી હતી ત્યારે ટુન્ડાવ ગામ પાસે આવેલ વળાંકમાં ટર્ન લેતી વખતે ચાલકે કાબૂ ગુમાવતાં પલટી ખાઇ ગઇ હતી.

જે રોડની સાઇડ પર ઇન્ડસ્ટ્રિયલ એરીયા માટેના વીજલાઇનના વાયરો સાથે સંપર્કમાં આવતાં ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે ભાદરવા પોલીસ સાવલી સર્કલ ઇન્સ્પેક્ટર તેમજ ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને બાજુના રોડ અવર-જવર માટે બંધ કર્યા હતા. આશરે ચાર કલાકથી વધુ સમય સુધી સાવલી વડોદરા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો જેના પગલે ભારદારી વાહનોની ભારે કતારો લાગી હતી. જ્યારે કાર બાઈક જેવા વાહનો નજીકના ગામના આંતરિયાળ રસ્તાથી અવર જવર કરતા જોવા મળ્યા હતા.

આગને ઓલવવા માટે ૭ વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર, એક નંદેશરી ફ્રી ફાયર ફાઈટર, એક સાવલી નગરપાલિકા, એક સાવલી જીઆઇડીસી, એક નિરમા કંપનીનું મળી કુલ 11 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા. ટેન્કરને ચારેબાજુથી ઘેરીને ફોર્મ અને પાણીનો મારો ચલાવ્યો હતો. આમ અઢી કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. ટેન્કરમાં એક ઈસમ બેહોશ હોવાની ચર્ચા થતી હોવાથી તપાસ કરતા ટેન્કરમાં કોઈ ન હોવાનું બહાર આવ્યું હતું. આગ કાબૂમાં લીધા બાદ આ ટેન્કરને ખસેડવા માટે જીએસએફસીની નિષ્ણાતોની ટીમને બોલાવીને તેમના માર્ગદર્શન અને તેમના સૂચનો બાદ આ ટેન્કરને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો