ધરપકડ:સાવલીમાં કંપનીમાં કામ કરતી મહિલા પર સુપરવાઇઝરનું દુષ્કર્મ

સાવલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરીને તેને જેલભેગો કર્યો

સાવલી તાલુકાના સમલાયા-જરોદ રોડ પર ખાનગી કંપનીમાં કામ કરતી મહિલા સાથે દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં મહિલાએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી-સમલાયા રોડ પર આવેલી એક કંપનીમાં આરોપી નરસારામ સખારામ ચૌધરી રહે. રાણીવાવ રાજસ્થાન, જિલ્લો ઝાલોર, હાલ રહે. જરોદ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.

તે જ કંપનીમાં કામ કરતી 37 વર્ષિય મહિલા સાથે આરોપીએ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ અને બળાત્કાર કલમ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી અને જેલ ભેગો કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા છેલ્લા ઘણા સમયથી કંપનીમાં કામ કરતી હતી અને તે સુપરવાઇઝર સાથે સંપર્કમાં હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બંને પરણિત છે. પોલીસે જરૂરી કાગળ પર કાર્યવાહી કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...