તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:લાંછનપુરાની મહીસાગર નદીમાં પોલીસ દ્વારા સાવચેતી બોર્ડ મુકાયું

સાવલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવક-યુવતીઓ ખાનગી રસ્તાઓ પરથી આવી નદીમાં નાહવાની મજા માણતાં મોતને ભેટી રહ્યાં છે. - Divya Bhaskar
યુવક-યુવતીઓ ખાનગી રસ્તાઓ પરથી આવી નદીમાં નાહવાની મજા માણતાં મોતને ભેટી રહ્યાં છે.
  • નદીમાં નહાવા પર પ્રતિબંધ છતાં લોકો નહાવા પડે છે
  • મહી નદીનો ભયજનક પટ યુવકો માટે આકર્ષણનું કેન્દ્ર

સાવલી તાલુકાના લાંછનપુર ગામે મહીસાગર નદીમાં નાહવા જતાં યુવકોને રોકવા માટે સાવલી પોલીસ દ્વારા સાવચેતીનું બોર્ડ તેમજ લાંછનપુર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકી જાહેર બોર્ડ માર્યું હોવા છતાંય યુવક-યુવતીઓ ખાનગી રસ્તાઓ પરથી જઈને નદી પટમાં નાહવાની મજા માણવા નદીમાં પડે છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે.

સાવલી તાલુકાના લાછનપુરા ગામનો મહી નદીનો પટ તે યુવકોનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વારે તહેવારે અને રજાઓના દિવસે આ નદીમાં હજારો યુવક-યુવતીઓ નાહવા માટે તેમજ પિકનિક મનાવવા માટે આવે છે. નદીના સ્વચ્છ અને ખળખળ વહેતા પાણીમાં નદીની ઊંડાઇનો અનુમાન લગાવીને ભાન ભૂલતા આજદિન સુધી દોઢસો જેટલા યુવક-યુવતીઓએ અહીંયા ડૂબીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાય પરિવારોના એકના એક કુળ દિપક બુંઝાઈ ગયા છે.

તંત્ર દ્વારા સરદાર બાબતની ગંભીરતાને ધ્યાને લઇને હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે જિલ્લા કલેક્ટર પણ આ નદીના પટમાં નાહવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ બહાર પાડે છે. જ્યારે સાવલી પોલીસ પણ યુવકોની સલામતી અર્થે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કોઈને નદીના પટમાં જવા દેતા નથી. પરંતુ યુવાનીના નશામાં યુવકો પોલીસ જવાનોને હાથતાળી આપીને ખાનગી અને ખેતરના રસ્તાઓ દ્વારા તેમજ કેનાલના રસ્તાઓ દ્વારા ચોરીછૂપીથી નદી કાંઠે પહોંચી જાય છે અને આ દુર્ઘટના ઘટે છે.

મહી નદીમાં સેંકડો યુવકો ડૂબી જવાના કારણે ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સરકારમાં રજૂઆત કરીને કુખ્યાત નદીનો હાથિયો ધરો જે યુવકો માટે કાળ સમાન છે તેને પુરી દેવા માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરાવી દીધી છે. સંબંધિત અધિકારીઓએ ધારાસભ્યને સાથે રાખીને દુર્ઘટનાગ્રસ્ત સ્થળની રૂબરૂ મુલાકાત પણ લીધી છે અને ટૂંક સમયમાં કામ પણ ચાલુ કરવામાં આવનાર હતું. પરંતુ કોરોના કાળના કારણે કામ શરૂ થઈ શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...