તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સાવલીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે સમૂહ લગ્ન યોજાયા

સાવલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વ. મહેન્દ્રભાઈ જશભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન. - Divya Bhaskar
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વ. મહેન્દ્રભાઈ જશભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન.
 • સ્વ. મહેન્દ્ર જસભાઈ ઈનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સમૂહ લગ્નનું આયોજન
 • રવિવારે 4 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા, કુલ 30 યુગલોની નોંધણી થઈ છે

સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર રાજકીય નેતાની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે પણ જાણીતા છે. તેઓએ તેમના પિતા સ્વ. મહેન્દ્ર જસભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી તમામ જ્ઞાતિના કન્યાઓના વિનામૂલ્યે સમૂહ લગ્નનું આયોજન વખતોવખત કરેલ છે. અને અત્યાર સુધી એક હજારથી વધુ કન્યાઓને સંપૂર્ણ ઘરવખરીની ચીજવસ્તુ દહેજ સ્વરૂપે આપીને પોતાના આંગણેથી વિદાય કરી છે. તેવામાં ચાલુ સાલે કોરોના મહામારીના પગલે ભારે શાંતિપૂર્ણ અને ભારે સાવધાની તેમજ કોરોનાની સંપૂર્ણ ગાઇડ લાઇનનું પાલન કરીને વિનામૂલ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે.

જેની આજરોજ શરૂઆત કરવામાં આવી હતી. આજરોજ ચાર તારીખ હોય પ્રથમ ચાર જોડાઓને માસ્ક તેમજ સેનિટાઇઝ કરીને અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન વિધિ સંપૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે તમામ નવ યુગલોને આશીર્વાદ પાઠવીને સુખમય જીવન જીવવાના આશીર્વાદ આપ્યા હતા. જ્યારે લોકડાઉન બાદ તાલુકાજનોની આર્થિક હાલત ભારે કફોડી છે. ત્યારે આ સમૂહ લગ્નનું આયોજન તાલુકાજનો માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે.

અત્યાર સુધી કુલ ત્રીસ યુગલોની નોંધણી થઇ ચૂકી છે અને વધુ જોડા નોંધાવશે તેવી આશા સેવાઈ રહી છે. બીજા પાચ યુગલોના લગ્ન વિધિ ત્રણ દિવસ બાદ યોજાનાર છે. આમ સંપૂર્ણ સાવચેતી અને સાવધાની પૂર્વક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સ્વ. મહેન્દ્રભાઈ જસભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ નવયુગલોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ દહેજ દાન સ્વરૂપે આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો