તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:હરિપુરા ગામે ખેતરમાં મગરનું બચ્ચું આવી જતાં રેસ્ક્યુ કરાયું

સાવલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાવલીના હરિપુરા ગામે મગરના બચ્ચાને રેસ્ક્યુ કરતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના કાર્યકરો. - Divya Bhaskar
સાવલીના હરિપુરા ગામે મગરના બચ્ચાને રેસ્ક્યુ કરતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના કાર્યકરો.
 • રાત્રી દરમિયાન મગરનું બચ્ચું ખેતરમાં દેખાતાં લોકોમાં ફફડાટ
 • ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના કાર્યકરો દ્વારા બચ્ચાને સ્થળે છોડી દેવાયું

સાવલી તાલુકાના હરિપુરા ગામે રાત્રિના સમયે માજી સરપંચના ખેતરમાં મગરનું બચ્ચુ આવી જતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના કાર્યકરોએ બચ્ચાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી દેતા પંથક વાસીઓએ રાહતનો દમ લીધો છે. ગત રાત્રીના સમયે સમલાયા પંથકમાં હરિપુરા ગામે માજી સરપંચ વીરેન્દ્રસિંહ સર્વેના ખેતરમાં ચાર ફૂટ લાંબુ મગરનું બચ્ચું આવી ગયું હતું. બનાવના પગલે સમગ્ર પંથકમાં અને ખેતરમાં જતા ખેડૂતોમાં ડરની લાગણી પ્રસરી ગઇ હતી. હાલમાં ઘઉં ચણા તેમજ દિવેલાની વાવણીની સિઝન હોઈ મોટાભાગનો ખેડૂત વર્ગ રાત્રિના સમયે પણ ખેતરોમાં હોય છે.

તેવામાં મગરના બચ્ચાને દેખાતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવના પગલે કેટલાક જાગૃત નાગરિકોએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થાના કાર્યકર સંદીપ સોલંકી, રીપલ પટેલ, પ્રહલાદ પરમાર અને વિશાલ ચૌહાણને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી ગયા હતા. અને વનવિભાગની મદદથી ભારે જહેમતપૂર્વક મગરના બચ્ચાને રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ સલામત સ્થળે છોડી દીધું હતું. આમ મગર ના બચ્ચા ને રિસ્ક્યું કરાયા ના સમાચાર બાદ પંથક વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને સંસ્થાના કાર્યકરોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો