તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:સાવલીના સમલાયા ગામે કોરોનાની સારવાર માટે 10 બેડની સુવિધા ઊભી કરવામાં આવી

સાવલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હોમ આઇસોલેશન વોર્ડના ઉદ્ઘાટન વેળા દર્દી સારવારમાં. - Divya Bhaskar
હોમ આઇસોલેશન વોર્ડના ઉદ્ઘાટન વેળા દર્દી સારવારમાં.
  • રોટરી ક્લબ ઓફ વડોદરા વનના સંયુક્ત ઉપક્રમે 10 બેડની આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા
  • કોરોના સંક્રમિત થયેલા ગરીબ પરિવારોને સારવાર મળી શકશે

સાવલી તાલુકાના સમલાયા ગામે શિવાભાઈ લલ્લુભાઈ સાર્વજનિક વિદ્યાલયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ના સ્લોગનને સાર્થક કરવાના ભાગરૂપે બુધવારે રોટરી ક્લબ ઓફ વડોદરા વન, હેવીન્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે 10 બેડનું કોવિડ આઇસોલેસન વોર્ડની વ્યવસ્થા કરાઇ હતી. આ આઇસોલેશન વોર્ડની સ્થાપનાનો મૂળ હેતુ ગામના કોરોના સંક્રમિત ગરીબ પરિવારોને હોમ ક્વોરન્ટાઇન થવા માટેની વ્યવસ્થા ના હોય તેવા પરિવારના સદસ્યો આ આઇસોલેશન વોર્ડમાં આવીને આઇસોલેટેડ થઈ શકે છે.

પ્રથમ સ્ટેજના કોરોના સંક્રમિત દર્દીઓ માટે અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની દેખરેખ હેઠળ માર્ગદર્શન આપીને સારવાર કરાશે. આઇસોલેટેડ થયેલા દર્દીઓને રહેવાની સાથે નિ:શુલ્ક જમવાની તેમજ દવાની રોટરી ક્લબ ઓફ વડોદરા વન તેમજ હેવીન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાઇ છે. આ આઇસોલેશન વોર્ડની શરૂઆતના પ્રસંગમાં સમલાયા પંથકના અગ્રણી દિનશા પટેલ સમલાયા સરપંચ ધર્મેશભાઈ પટેલ રોટરી કલબ પ્રમુખ મનીષા બેન ભટ્ટ, હિતેશભાઈ ભટ્ટ હેવીન પ્રાઇવેટ લિમિટેડના હેમંતભાઈ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...