સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલી આવેલી યુ એસ વી કંપનીમાં કન્સ્ટ્રક્શનના બાકી નીકળતા નાણાં કોન્ટ્રાક્ટર દ્વારા ન ચુકવતા ઉશ્કેરાઈ જઈને બે એન્જિનિયરનું અપહરણ કરી જતા સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 6 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાવલી પોલીસ મથકે ફરિયાદી પ્રતાપસિંહ પ્રેમ નારાયણસિંહ અમરેન્દ્ર હાલ રહે, 405 નીલકંઠ રેસિડેન્સી, દુમાડ તાલુકો, જીલ્લો વડોદરા પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓ છેલ્લા અઢી માસથી મંજુસર જીઆઈડીસીમાં બની રહેલ યુ એસ વી કંપનીમાં ચાલતા સૌમ્ય કન્સ્ટ્રકશનની સાઇટ પર સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે અરકન શેખ અને રાહુલ સાદેડ પણ ફરજ બજાવતા હતા. તેઓ કંપનીમાં માણસો લાવીને પ્લાસ્ટર, ચણતર જેવા કામો કરાવતા હતા અને મજૂરી બાબતે કંપનીમાં કામ કરતા નગરાભાઈ, મુકેશભાઈ તેમજ નિમેષભાઈ પાસે પૈસા બાબતે બોલાચાલી થયેલી હતી. તેની અદાવત રાખીને બપોરના સમયે નગરા, મુકેશ તેમજ નીમેષે ગેરકાયદે રીતે કોઇ વાહનમાં અપહરણ કરીને બને એન્જિનિયરોને લઈ જતા ચકચાર મચી હતી.
સદર બનાવની જાણ સોમ્યા કન્સ્ટ્રકશનના માલિકને કરતાં તેઓએ પોલીસને જાણ કરવાની સુચના આપતાં પોલીસ ટીમે ગુપ્ત ઓપરેશન કરી આ ગુનાના મડીયા રાઠોડ, નગરા રાઠોડ, નિમેશ રાઠોડ, મુમેશ રાઠોડ, સુરેશ રાઠોડ (તમામ દાહોદના) અને નરેશ વણઝારા(મંજૂસર) સામે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે તમામ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા પ્રમાણે સાવલી પી.એસ.આઇ અલ્પેશ મહિડાએ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.