તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગોઠડાની જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસમાંથી 5 ઉમેદવારી પત્ર ભરાયા

સાવલી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોઠડા બેઠક માટે બે ઉમેદવારોના પક્ષ તરફથી ત્રણ મેન્ડેટ આવતાં વિવાદ
 • પોલીસે દરમિયાનગીરી કરી બંને પક્ષની વાંધાઅરજી લઈને ચકાસણી માટે મોકલી

સાવલી ખાતે શનિવારે ગોઠડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેન્ડેટ બાબતે ભારે ઉત્તેજનાસભર દૃશ્યો સર્જાયા હતા અને કોંગ્રેસના બે ઉમેદવારોના પક્ષ તરફથી ત્રણ મેન્ડેટ આવતા ભારે વિવાદ સર્જાયો હતો. અને પાર્ટીની નીતિ અને રીતિ સામે ચર્ચા જાગી હતી.શનિવારે ગોઠડા જિલ્લા પંચાયત માટે રફીક રાણાએ ફોર્મ ભર્યું હતું. સાથે સાથે ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે પણ ફોર્મ ભર્યું હતું અને અન્ય ત્રણ ઉમેદવારોએ પણ કોંગ્રેસ તરફથી શનિવારે બેઠક માટે ફોર્મ ભર્યા હતા. આમ ગોઠડા જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ તરફથી કુલ 5 ફોર્મ ભરાયા હતા.

તેવામાં બપોરે દોઢ વાગ્યાની આસપાસ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી રફીક રાણાને મેંન્ડેટ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારે નાટકીય ઢબે ડોક્ટર પ્યારેસાહેબ રાઠોડે બપોરે 2-55 કલાકે પ્રદેશ સમિતિ તરફથી આપેલું મેંડેટ રજૂ કર્યું હતું. બાદમાં ભારે ઉગ્ર અને ઉત્તેજનાસભર દૃશ્યો સર્જાયા હતા. પછી 2-59 કલાકે રફીક રાણાએ ફરીથી કોંગ્રેસનું મેન્ડેટ રજૂ કરતા ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને અધિકારીઓ સાથે પણ દલીલબાજીના દૃશ્યો સર્જાયા અને બંને ઉમેદવારોના સમર્થકોના ટોળા વળી ગયા હતા.

જોકે ત્યારબાદ સાવલી પોલીસે હવાલો સંભાળી હતી અને બંને પક્ષોની મેન્ડેટની બાબતે વાંધાઓ અને અરજી લઈને ચકાસણી સમયે નિર્ણય લેવાશેનું જણાવ્યું હતું. હવે જોવાનું રહ્યું કે તે સમયે કોનું ફોર્મ માન્ય રહેશે. જ્યારે બીજી બાજુ પાર્ટી તરફથી એકથી વધુ મેન્ડેટ મોકલવા પર ભારે ચર્ચાઓ અને વિવાદ સુધી લોબિંગ શરૂ થઈ ગયું છે.

જ્યારે સદર બાબતે જાણવા મળ્યા મુજબ કોંગ્રેસની નીતિ મુજબ પ્રદેશ પ્રમુખ બે પક્ષના હોદ્દેદારોની ઓથોરાઇઝેશન માટે નિમણૂંક કરે છે. જેવો ચૂંટણી અધિકારી સમક્ષ જે તે ઉમેદવાર માટે પક્ષ તરફથી મેન્ડેટ આપે છે. જ્યારે આ કિસ્સામાં બંને ઉમેદવારના મેન્ડેટ નિમણૂંક કરેલ હોદ્દેદાર દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે સંગઠનમાં જ પ્રદેશ કક્ષાએ પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો