ચૂંટણી:સરપંચ માટે 181, સભ્યપદ માટે 751 ઉમેદવારો મેદાનમાં

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 111 પ્રિસાઇડિંગ ઓફિસર, 111 મહિલા પોલિંગ ઓફિસર વન તેનાત કરાયાં
  • 5 ગ્રામ પંચાયતો બિનહરીફ થતાં 46ની સરપંચ પદની ચૂંટણી યોજાશે

સાવલી તાલુકામાં આજે 51 ગ્રામ પંચાયતોની સરપંચ પદ માટેની ચૂંટણી યોજાનાર હતી. પરંતુ 5 ગ્રામ પંચાયતો બિન હરીફ થઈ હતી જેથી આજે 19મીએ 46 ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની ચૂંટણી યોજાનાર છે. સરપંચ પદ માટે 181 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 46 ગ્રામ પંચાયતોના સભ્યપદની ચૂંટણી માટે 751 ઉમેદવારો મેદાનમાં છે. જેના માટે તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પોલિંગ ઓફિસરો અને પ્રિસાઇડિંગ ઓફિસરોને તાલુકાના 116 મતદાન મથકો માટે ચૂંટણી પ્રક્રિયાનો તમામ સામગ્રી તાલુકા સેવા સદન ખાતે ઉભા કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતેથી સુપરત કરી દેવામાં આવેલ છે. મતદાન કરાવવા માટે 111 પ્રિસાઇડિંગ ઓફિસર 111 ઓફિસર 111 મહિલા પોલીંગ ઓફિસર વન 111 મહિલા પોલીસ ઓફિસર ટુ 111 પટાવાળા 32 મહિલા પોલિંગ ઓફિસર 10 ચૂંટણી અધિકારી 10 મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ નિર્દિષ્ટ અધિકારી તરીકે મામલતદાર સાવલી તેમજ પ્રાંત ઓફિસર કાર્યરત છે. સાવલી પોલીસ મથકના સંવેદનશીલ મતદાન મથકો ચારણપુરા, ઘંટીયાળ, કરચિયા, લોટના, વડદલા, વિટોજ, શેરપુરા જેવા 7 સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે પરથમપુરા સિહોરા મતદાન મથક અતિસંવેદનશીલની કેટેગરીમાં મુકવામાં આવેલ છે. તે માટે 25 હોમગાર્ડ 56 સ્થાનિક પોલીસ 51 જીઆરડી જવાન 16 બહારની પોલીસ 4 એસઆરપી જવાન એક ડીવાયએસપી અને બે પીએસઆઇ સુરક્ષા અર્થે પેટ્રોલિંગ હાથ ધરનાર છે. જેમાં 13 સેક્ટર મોબાઈલ 5 ઝોનલ મોબાઈલ અને બે સાવલી પોલીસ વાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરનાર છે. આજે 19મીએ યોજાનારા મતદાન માટે 80750 મતદારો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...