તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સાવલીના ધનપુરાથી કમલપુર સુધીના રસ્તાના 1.55 કરોડના ખર્ચે રિસર્ફેસિંગની કામગીરી શરૂ

સાવલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સ્થિતિના કારણે વિકાસના કામો પર બ્રેક લાગેલી હતી

સાવલી તાલુકાના ચારણપુરાથી કમલપુરાના માર્ગનું રૂપિયા 1.55 કરોડના રોડનું રિસર્ફેસીંગ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના ધનતેજ પંથકમાં ચારણપુરાથી કમલપુરા રોડ ઘરે ખખડધજ હાલતમાં હતો અને વર્ષો જૂની લોકોની લોકમાંગ હતી અને આ પંથકના વાસીઓને અવરજવર કરવામાં ભાર આપદા ભોગવવાનો વારો આવતો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ કારણસર અને છેલ્લે કોરોનાની સ્થિતિના કારણે વિકાસના કામો પર બ્રેક લાગેલી હતી.

તેવામાં ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમારના સહિયારા પ્રયાસોથી મંગળવારે 1.55 કરોડના ખર્ચે આ 5 કિલોમીટરના માર્ગ રિસર્ફેસીંગ કરવાની કામગીરીનો શુભારંભ થયો હતો. જેનો મંગળવારના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોરોનાની તમામ ગાઇડ લાઇનનો પાલન કરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર ડેપ્યુટી એન્જિનિયર ડી. કે. પંચાલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ કિરીટભાઈ બારોટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા સમગ્ર પંથકવાસીઓ ખુશખુશાલ મુદ્રામાં જણાતા હતા અને ચૂંટાયેલા પદાધિકારીઓનો આભાર માનતા જોવા મળતા હતા.

અન્ય સમાચારો પણ છે...