તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસમાં ગાબડું:વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના 150 કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવલી તાલુકા કોંગ્રેસમાં મસ મોટંુ ગાબડું પડ્યું
  • સાવલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મીટિંગમાં ભાજપનો ખેસ પહેર્યો

સાવલી કોંગ્રેસમાં પડ્યું મસ મોટુ ગાબડું પડ્યું હતું. વાંકાનેર જિલ્લા પંચાયત બેઠકના તમામ 150 જેટલા કોંગી અગ્રણીઓ ભાજપમાં સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમાં જોડાતા સાવલી કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે.સાવલી તાલુકાના 150 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૈકી માજી કોંગ્રેસ તાલુકા કારોબારી અધ્યક્ષ બળવંત સિંહ બે માસ અગાઉ તાલુકા પંચાયતની પોઇચા ક બેઠક પર કોંગ્રેસના ચૂંટણી લડેલા મહેન્દ્ર સિંહ ગીરવત સિંહ વાઘેલા અમરાપુર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ઉજમબેન સોલંકી સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા.

લાંછન પુરા સરપંચ ખુમાણસિંહ ઝાલા તેમજ ડે સરપંચ વનરાજ સિંહ અને ઝુમખા માજી સરપંચ પ્રવિણસિંહ પરમાર અને પરથમપુરા માજી સરપંચ અને માજી ધારાસભ્યના ખાસ વિશ્વાસુ અને અંગત માણસ લખાભાઈ રબારી સહિતના કોંગી અગ્રણીઓએ ધારાસભ્ય કેતન ઈમાનદાર સાંસદ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસને રામરામ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષનો સમય બાકી છે.

ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે વાંકાનેર જિલ્લા પંચાયતના કોંગ્રેસના પીઢ અને સંનિષ્ઠ કાર્યકરોને ભાજપમાં સમાવીને રાજકીય ક્ષેત્રે માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું તાલુકાના અને જિલ્લાના રાજકીય અગ્રણીઓએ સૂર વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો માર્યો છે. ગુરુવારે સાવલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મિટિંગમાં કોંગ્રેસના આ કાર્યકરોએ ભારત માતાની જય બોલાવીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ વેળાએ ભાજપના મોટાભાગના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...