કોરોનાવાઈરસ:સાવલી તાલુકામાં કોરોના પોઝિટિવના નવા 10 કેસ નોંધાયા : કુલ અાંક 185

સાવલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

તાલુકામાં કોરોનાનો વધુ ભરડો મજબૂત થતા વધુ દસ ઈસમોના કોરોના પોઝિટિવ આવતા તાલુકામા કુલ 185 પર દર્દીઓના આંક પહોંચ્યો છે. જ્યારે સાવલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિનય ભાઈ પટેલનો પણ કોરોના પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. સાવલી તાલુકામાં કોરોનાનો ભરડો વધુને વધુ દિવસે દિવસે મજબૂત થતો જાય છે.

તો બીજી બાજુ તાલુકાજનો સરકારની ગાઇડ લાઇનનો બિલકુલ અનદેખી કરતા જોવા મળી રહ્યા છે અને નગરના બજારોમાં બિન્દાસ્તપણે ફરતા જોવા મળી રહ્યા છે. જેમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સને ક્યાંય સ્થાન જોવા મળતું નથી અને જાણીજોઈને કોરોના ને આમંત્રણ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ તંત્ર પણ નિષ્ક્રિય થઈ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે જ્યારે કોરોના ધીરે ધીરે દિવસેને દિવસે વધુમાં વધુ રીતે પ્રસરી રહ્યો છે જોકે આરોગ્ય વિભાગ પણ ભારે સક્રિયતા દાખવી ને બે દિવસમાં જ ૬૦૦ જેટલા ટેસ્ટ કર્યા છે જેમાં જાણવા મળ્યા પ્રમાણે ૧૦થી વધુ ઈસમો પોઝિટિવ મળી આવ્યા છે જેથી કુલ મળીને તાલુકામાં 185 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે અત્યાર સુધી કુલ સાત ઈસમો ના મૃત્યુ નિપજયા છે.

જ્યારે નગરના બજારોમાં અને માર્કેટમાં ખુલ્લેઆમ ફરતા તાલુકા જનો પર લગામ કસવાની ખાસ જરૂર છે અને કોરોનાની ચેન તોડવા માટે જેવી રીતે લોકડાઉનમાં કડક કાર્યવાહી થતી હતી. તેવી જ કાર્યવાહી હાલ અનલોકની સ્થિતિમાં થાય જેથી કરીને તાલુકાજનોમાં જાગૃતિ આવે અને કોરોના પ્રત્યે સભાનતા કેળવે તેવી માંગ ઉઠી છે અને તાલુકામાં સોશિયલ ડિસ્ટન્સનું કડકમાં કડક રીતે પાલન થાય અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી પણ થાય તે ખૂબ જ જરૂરી થઇ પડ્યું છે. જ્યારે ગત બે દિવસના તે દરમિયાન સાવલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિનય પટેલનો કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં રહેતા લોકોમાં ડરનો લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...