તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:શ્રમજીવી પરિવારોનો વતન પાછા ફરવાનો સિલસિલો યથાવત

સંખેડા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
લોકડાઉનનામાં શ્રમજીવીઓ મોટી સંખ્યામાં પરત ફર્યા છે. - Divya Bhaskar
લોકડાઉનનામાં શ્રમજીવીઓ મોટી સંખ્યામાં પરત ફર્યા છે.
 • અન્ય જિલ્લામાંથી આવતા લોકોની ગોલાગામડી ચેકપોસ્ટે કરાતી નોંધ
 • પોતાની ઘરવખરી સહિતનો સામાન સાથે લઇને આવતા જોવા મળ્યા

વિવિધ વિસ્તારોમાં ખેતીકામમાં મજુરી કરવા માટે ગયેલા અને અન્ય વિવિધ કામ અર્થે ગયેલા લોકોનો જિલ્લામાં પાછા ફરવાનો સિલસિલો હજીય ચાલુ છે. પોતાની ઘરવખરીના પોટલા વાહનોમાં મુકીને સંખેડા તાલુકાના ગોલાગામડી પાસેથી પસાર થાય છે. કેટલાક વાહનોમાં તો સોશીયલ ડિસ્ટસીંગનો અભાવ પણ અહિયાથી પસાર થયેલા વાહનોમાં જોવા મળ્યો હતો.
કોઇ વાહનની છત ઉપરના કેરીયર ઉપર મુકીને આવતા જોવા મળે છે
કોરોના મહામારીના કારણે લાંબા સમયથી જે તે સ્થળોએ પોતાના પરિવાર સાથે છોટાઉદેપુર જિલ્લાના અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના શ્રમજીવીઓ પરત આવી રહ્યા છે. લોકડાઉનના ત્રણેય તબક્કામાં શ્રમજીવીઓ મોટી સંખ્યામાં પરત ફર્યા છે. તેમાં પણ આ ત્રીજા તબક્કામાં સૌથી વધુ લોકો આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે ચેકપોસ્ટ છે. ત્યાં આરોગ્ય અને  પોલીસ વિભાગના કર્મચારીઓ અન્ય જિલ્લામાંથી આવતા લોકોની નોંધ કરે છે. કેટલાય જિલ્લાઓમાંથી લક્ઝરી બસમાં તો કેટલાક પીકઅપ ગાડી તો કોઇ આઇશર ટેમ્પામાં તો કોઇ તૂફાન ગાડીમાં આવે છે. મોટાભાગના શ્રમજીવી લોકો પોતાની ઘરવખરીના પોટલા વાહનમાં મુકીને તો કોઇ વાહનની છત ઉપરના કેરીયર ઉપર મુકીને આવતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો