તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:તેજગઢ 108 ઈમરજન્સીના કર્મીઓ 25 દિવસથી પરિવારને મળ્યા નથી

સંખેડા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
108ના કર્મીઓ જમવાનું બનાવી રહેલા તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
108ના કર્મીઓ જમવાનું બનાવી રહેલા તસવીરમાં જણાય છે.
  • 12 કલાક ઈમરજન્સી સેવા પર ફરજ બજાવે છે તથા બાકીના 12 કલાક ફરજ સ્થળ પર રહી રોજીંદુ જીવન પસાર કરી રહ્યા છે
  • સંક્રમણનો ડર રહેતા ફરજ સ્થળ પર રહેવાનું નક્કી કર્યું

હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે કોરોનાં વાઇરસનો ડર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. એવા સમયમાં કોઈને ખબર જ નથી કે કયા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ છે. એવા વાઇરસને માત આપવા છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ફરજને જ પ્રાધાન્ય આપી પોતાના પરિવારથી દૂર રહીને ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે.

આવા છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ લોકેશન ખાતેના 108 ઈમરજન્સીના કર્મચારીઓ ઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન રાજુભાઈ રાઠવા, સંતોષભાઈ રાઠવા, વિજયભાઇ પરમાર, પાઈલોટ પ્રદ્યુમનભાઈ ખાટ વિજયભાઈ રાઠવા દિવસ રાત સર્વિસના સ્થળ પર જ રહી સેવા બજાવી રહ્યા છે. જેમાં 12 કલાક 108 ઈમરજન્સી સેવા પર ફરજ બજાવે છે તથા બાકીના 12 કલાક પોતાનું રોજીંદુ જીવન ફરજના સ્થળ પર જ પસાર કરી લોકોની સેવામાં તત્પર રહે છે.જેથી કરી પોતાનો પરિવાર તથા સોસાયટીની સુરક્ષા અને સલામતી બની રહે એ હેતુથી દૈનિક કાર્ય જેમકે, જાતે જમવાનું બનાવવાનું હોય કે, જાતે કપડાં ધોવાના હોય કે, વાસણ ધોવાના હોય તથા સ્થળ પરની સાફ-સફાઈ રાખવાની હોય સંપૂર્ણ કાર્ય પોતાની જાતે કરી કોરોના વાઇરસની સામે જંગ લડી રહ્યા છે. ફરજ પરથી ઘરે જતા હોય તો મનમાં રહેતા ડરને દૂર કરવા ફરજ સ્થળ પર રહેવાનું નક્કી કર્યું હતું. હાલ અમને કોઈ પણ જાતના ડર વગર લોકોની સેવા માટે તત્પર રહીએ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો