તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:કસુંબિયા યુવકને સંખેડાથી ખરીદેલો ખાટલો ખભે ઊંચકીને કસુંબિયા ગામ જવું પડ્યું

સંખેડા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાહન ન મળતા જાતે ખાટલો ઉચકી ઘરે જતો યુવક. - Divya Bhaskar
વાહન ન મળતા જાતે ખાટલો ઉચકી ઘરે જતો યુવક.
 • નાના વાહનો શરૂ ના થતા ગ્રામ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી
 • પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરવા માગ

લોકડાઉન જાહેર થયા બાદ રીક્ષા તેમજ નાના ટ્રાંસપોર્ટના વાહનો બંધ થઇ ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નાના વ્યવસાય ઉપર નભતા ડ્રાઇવરોની પણ લોકડાઉનમાં હાલત કફોડી બની છે. રીક્ષા તેમજ અન્ય નાના વાહનો બંધ છે અને જેમની પાસે કોઇ વાહન ના હોય એમને ફરજિયાત ચાલતા સંખેડા આવવું પડે છે. સંખેડાના કસુંબિયા ગામનો નીતિનભાઈ તડવી સંખેડાથી ખાટલો લઇ કસુંબિયા જતો હતો. તેની સાથે થયેલી વાતચિત દરમિયાન તેણે જણાવ્યું કે, સંખેડા ખાટલો લેવા ગયા હતા. ઘરે ખાટલો ભાંગી ગયો હતો એટલે નવો લીધો. કોઈ વાહન મળ્યું નથી એટલે ઉંચકીને લઇ જવો પડે છે. વાહનો ચાલુ થાય તો મુશ્કેલી ઓછી થાય. પબ્લિક ટ્રાંસપોર્ટ પણ સોશીયલ ડિસ્ટંસીંગ સાથે શરૂ કરવા સંખેડા તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ જયેશભાઇ રોયે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો