તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બોકડીયા ગામે છોકરીઓને કામ કરાવતાં ભાઈએ ભાઇની હત્યા કરી, બીજી પત્નિએ ફરિયાદ નોંધાવી

સંખેડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાના ભાઈએ વચેટભાઈને ધારીયાના ઝટકા મારી હત્યા કરી
 • મૃતકની બીજી પત્નિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

છોટાઉદેપુર જિલ્લાના બોકડીયા ગામના દિનેશભાઇ નાયકાભાઇ રાઠવાના પ્રથમ લગ્ન મેથલીબેન સાથે થયા હતા. તેને બે દિકરીઓ અનુક્રમે 19 અને 16 વરસની છે અને દિકરો 13 વરસનો છે. જે બાદ સુનિતાબેન સાથે લગ્ન થયા હતા.

12 મેના રોજ દિનેશભાઇના મોટાભાઇ જીરમાભાઇ નાયકાભાઇ રાઠવા નવુ મકાન બાંધવા સારૂ મુહુર્ત કરતા તેમને ત્યાં દિનેશભાઇની પહેલી પત્નિની બે છોકરીઓ કામ કરવા ગયેલી. જેથી તે બાબતે દિનેશભાઇએ તેના નાનાભાઇ પારસીંગભાઇને કહ્યું હતું કે તું કેમ મારી છોકરીઓને કામ કરાવે છે. તેવું કહેતા પારસીંગભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાંથી એક ધારીયું લઇ દોડી આવીને દિનેશભાઇને જમણા હાથના કાંડા અને પંજાના ભાગ અને બાવડાના ભાગે ધારીયું મારી ઇજા પહોચાડી ડાબા હાથના કાંડાના ભાગે પણ ઇજા પહોચી હતી.

બીજા બે ઝટકા પીઠના ભાગે અને કપાળ અને માથાના ભાગે પણ બે ઝટકા વાગી જતા ઇજાઓ થઇ હતી. જેથી બૂમાબૂમ થતા જીરમાભાઇ ત્યાં દોડી આવ્યો હતો. પારસીંગભાઇ ધારીયું લઇને નાસી છુટ્યો હતો. 108માં ફોન કર્યો હતો પણ 108ને આવતા વાર લાગી હતી અને દિનેશભાઇનું મુત્યું થયું હતું. દિનેશભાઇની બીજી પત્નિએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો