તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સંખેડાનો યુવક અને નંદપુરની યુવતી લગ્ન ગ્રંથીથી જોડાયા, તમામ નિયમો પાળીને લગ્ન થયા

સંખેડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવક-યુવતી અને ગોર મહારાજ મળી માત્ર નવ વ્યક્તિઓ હાજર રહ્યા

સંખેડાનો યુવક અને નંદપુર ગામની યુવતી લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. યુવક અને યુવતી તેમજ બન્નેના ઘરના અને લગ્ન કરાવનાર ગોર મહારાજ મળીને માત્ર નવ વ્યક્તિઓ જ હાજર રહ્યા હતા. લોકડાઉનના તમામ નિયમો પાળીને લગ્ન થયા હતા. લોકડાઉન દરમિયાન અનેક ધાર્મિક અને શુભ પ્રસંગો તેમજ લગ્નો યોજાવાના બંધ થયા છે. પણ તેમ છતા સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે લગ્નો યોજાઇ રહ્યા છે. સંખેડા ગામના યુવક કિરણકુમાર બારીયાના લગ્ન તાલુકાના નંદપુર ગામની યુવતી ચિંટુબેન સાથે નક્કિ થયેલા હતા. આજે નંદપુર ગામે આ લગ્ન યોજાયા હતા.

લોકડાઉન હોઇ લગ્નમાં માત્ર વરરાજા અને ઘરના માત્ર સભ્યો અને યુવતી ચિંટુબેનના માતા-પિતા લગ્ન કરાવનાર ગોર મહારાજ સિવાયના મળીને માત્ર નવ જ વ્યક્તિઓ જ આ લગ્નમાં હાજર રહ્યા હતા. જેટલાં પણ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા એ સૌએ મોઢા ઉપર માસ્ક બાંધ્યા હતા. થોડી થોડીવારે સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા હતા. સોશીયલ ડિસ્ટંસીંગનું પાલન કર્યું હતું. લગ્ન ગ્રંથીથી જોડાયેલા યુવક કિરણકુમાર અને ચિંટુબેને પણ મોઢા ઉપર માસ્ક પહેર્યો હતો અને તેઓ પણ હાથને સેનીટાઇઝરથી સાફ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો