તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાના મોરડ ગામે ઇંટો ભરવા માટે આવેલી ટ્રક ચાલકની લાપરવાહીના કારણે બે વરસનો માસૂમ ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાયો હતો. લીમડાના ઝાડ નીચે માસૂમ બાળક રમતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. લાલાભાઇ સોમાભાઇ મહિડા મોરડ ગામે ઇંટોના ભઠ્ઠામાંથી પાકી ઇંટો કાઢીને ગાડીમાં ભરવાની મજૂરી કરે છે. પત્નિ સવિતાબેન અને ચાર બાળકો છે. દિવાળી બાદથી અહિયા મજૂરી કરવા માટે આવેલા છે. સોમવારે સવારે આઠેક વાગ્યાના સુમારે લાલાભાઇ અને તેની પત્નિ ઇંટોના ભઠ્ઠામાં પાકી ઇંટો કાઢવા માટે ગયા હતા. ત્યારે છોકરાઓ ઝૂંપડા બહાર લીમડાના ઝાડ નીચે રમતા હતા.
સવારે 11થી 11-30 વાગ્યાના સમયે સવિતાબેન ઘરે રમતા છોકરાઓને જોવા માટે ગઇ હતી. પછી તે દોડતી બૂમો પાડતી તેના પતિ પાસે પહોચીને તેને જણાવેલ કે તેમને બે વરસનો દિકરો વિકેસ લીમડાના ઝાડ નીચે રમતો હતો. તેના ઉપર ટ્રકના ડ્રાઇવર સતીષ તડવી રહે.વડેલીએ પોતાની ટ્રકને એકદમ પુરઝડપે આગળ પાછળ કરતા છોકરા વિકેસ ઉપર ટ્રકનું પાછળનું ટાયર ચઢાવી દેતા તેણીએ બૂમો પાડતા ટ્રક મુકીને તે નાસી છુટ્યો હતો. બે વર્ષના વિકેસના પેટ અને માથા ઉપર ટ્રકનું ટાયર ચઢી જતા માથા અને પેટના અવયવો ફાટી બહાર નિકળી ગયા હતા. ટ્રક ચાલક સતિષ તડવી ત્યાંથી નાસી છુટ્યો હતો. બાળકના મૃતદેહને સંખેડા રેફરલ હોસ્પીટલમાં લવાયો હતો. મૃતક વિકેસના પિતાએ ટ્રક ચાલક સુરેશ તડવી વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.