તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સંજેલી તાલુકાની 14 વર્ષીય દિવ્યાંગ અને મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ

સંજેલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 6 માસનો ગર્ભ હોવાનું ખુલ્યુ : પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ

સંજેલી તાલુકામાં 14 વર્ષિય પગેથી વિકલાંગ સાથે મૂકબધિર કિશોરીને પાડોશીએ બોલાવ્યા બાદ તેમના ઘરે આવતાં એક યુવકે તેની સાથે બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. કિશોરીને છ માસનો ગર્ભ પણ હતો. કિશોરીના પિતાએ આ મામલે પંચ ભેગુ કરતાં પાડોશીઓ તથા દુષ્કર્મી દ્વારા મોતની ધમકી અપાઇ હતી. સંજેલી પોલીસે દુષ્કર્મી અને પાડોશી દંપતી સામે ગુનો દાખલ કર્યો છે.
ત્રણે ભેગા મળીને કિશોરીના પિતાને મારી નાખવાની ધમકી આપી
સંજેલી તાલુકાનાં ખેડુતની 14 વર્ષ અને 3 માસની ઉમર ધરાવતી પૂત્રી પગે વિકલાંગ હોવાથી ચાલી શકતી ન હતી. આ સાથે તે મૂક અને બધિર પણ હતી. આ ખેડુતના ઘરની નજીક રહેતાં મહેશ બારિયા અને ભાવના બારિયા નામક પાડોશીઓએ આ મૂક-બધિર કિશોરીને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં આવેલા શૈલેષ બારિયા નામક યુવકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. કિશોરીને છ માસનો ગર્ભ પણ રહી ગયો હતો. કિશોરીને પેટમાં પીડા થતાં ગર્ભ હોવાની વાત સામે આવતાં આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કિશોરીએ પોતાની વ્યથા ઇશારાથી વર્ણવતા પાડોશીઓની ભૂમિકા સામે આવી હતી. આ મામલે કિશોરીના પિતાએ પંચ ભેગુ કર્યુ હતું ત્યારે પાડોશી દંપતિ અને દુષ્કર્મ કરનાર શૈલેષ પણ હાજર રહ્યો હતો. ચડભઢ થતાં ત્રણે ભેગા મળીને કિશોરીના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. કિશોરીના પિતાની ફરિયાદના આધારે સંજેલી પોલીસે ત્રણે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો