તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સેલંબા અને બુજેઠાથી તમાકુ અને ગુટખાનો જથ્થો ઝડપાયો, ગુટખાના કાળબજારીયા બેફામ

રાજપીપળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં ગુટખાના કાળબજારીયા બેફામ

સેલંબામાંથી પાન પડીકી તથા તમાકુના જથ્થા સાથે બે આરોપીની ઝડપી પાડ્યા હતા. જ્યારે બુજેઠાથી પિકઅપ ગાડીમાંથી ગુટખાનો જથ્થો  પકડાયો હતો. પરંતુ ચાલક ભાગી ગયો હતો. સાગબારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.કે.વસાવાને બાતમી મળી હતી કે બોલેરો ગાડીમાં વિમલ પાન પડીકી તથા તમાકુ ભરી સેલંબા જવાની છે. જેના આધારે ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પ્રકાશ ચંદ અમર ચંદ શર્મા રહે.ગાડીઓમાં વિમલ પાન મસાલા પેકેટ નંગ-200 કિંમત 24 હજાર, V-1 ખલેલ તમાકુના પેકેટ નંગ-200 6 હજારનો મુદ્દામાલ સેલંબા ખાતે રહેતા વેપારી છગનભાઈ ચૌધરીને આપવા આવતા હતા ત્યારે બંનેને ઝડપી પાડ્યા હતા.વિમલ પાન મસાલા તેમજ તમાકુના પેકેટ 30 હજાર તથા એક મોબાઇલ બે હજાર તેમજ બોલેરો 3 લાખ મળી 3.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત બુજેઠા પાસેથી પીકઅપ ગાડીમાંથી પણ ગુટખાનો 1.20 જથ્થો મળ્યો હતો. જ્યારે ચાલક ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો