તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:રાજપીપળામાં વેરા વધારા મુદ્દે પાલિકાના સભ્યો વચ્ચે ખેંચતાણ, જન સમર્થન માટે સભાનું આયોજન

રાજપીપળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની સ્થિતિ નેવે મૂકી જન સમર્થન માટે સભાનું આયોજન
 • લોક ડાઉન વચ્ચે વેરા વધારાની કાર્યવાહીથી નગરજનોમાં પણ આક્રોશ

કોરોના મહામારી જેવા વિપરીત સમયમાં રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવાની કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. વેરા વધારવા મુદ્દે પાલિકાના સભ્યો જ બે ભાગમાં વેહેંચાયા છે. બીજીબાજુ શહેર ભાજપના હોદ્દેદારો પણ આનો વિરોધ કરી રહ્યા છે. સભ્યોની આ તમામની વચ્ચે વેરા વધારાની કાર્યવાહી સ્થગિત કરવાનું બીડું ઉઠાવનારા અપક્ષ સભ્ય મહેશ વસાવાએ લોકોને જાગૃત કરવા જાહેસભા કરવાની માંગ કરતી રાજપીપળા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જોવું રહ્યું કે વેરો વધે છે. તો કેટલો વધે છે
રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલનાં અપક્ષ સભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપળા પાલિકાએ સર્ક્યુલર ઠરાવથી પાલિકા અધિનિયમ અને લોકશાહીના વિરુદ્ધમાં વેરા વધારાની કાર્યવાહી કરી રહી છે. એક પાઈ પણ વેરો વધવો ન જોઈએ લોકડાઉનમાં પણ જાહેર સભાની મંજૂરી માંગણી કરી છે. જોકે હાલ વેરા બાબતે રાજકારણ ચરમ સીમાએ પહોંચ્યું છે. જોકે પાલિકાને ચલાવવા વેરાની જરૂર છે. સભ્યો વિરોધ કરી રહયા છે હવે જોવું રહ્યું કે વેરો વધે છે. તો કેટલો વધે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો