તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:છ ગામના લોકોનું સતત ઘર્ષણ, 60 બેઠકો થઇ છતાં નિર્ણય નહીં, પેકેજના મુદ્દે મડાગાંઠ ય‌થાવત્

રાજપીપલા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકાર અને સ્થાનિકોની પેકેજના મુદ્દે મડાગાંઠ ય‌થાવત્
 • બંને પક્ષ નક્કી કરે, ફોર્મ્યુલા પર વાત કરે તેવું અગાઉ કોર્ટે સૂચન કર્યું હતું

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની અને તેના વિકાસ માટે સત્તા મંડળ પણ બન્યું. તમામ પ્રોજેક્ટો બન્યા પણ સ્થાનિકોના વિરોધ વચ્ચે હજી પણ ઘર્ષણ ચાલુ જ છે. અગાઉ હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં સૂચન કર્યું હતું કે, બંને પક્ષો એટલે કે સરકાર અને 6 ગામો બેસીને નક્કી કરે અને એક ફોર્મ્યુલા પર વાતચીત કરે. જેનો કોઈ ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. અત્યાર સુધી 60 બેઠકો થઈ ચૂકી છે પરંતુ પ્રશ્નનો હલ નહીં આવતા માત્ર ઘર્ષણ થયું છે.

લોકડાઉન વચ્ચે હાલમાં કેવડિયાના છ ગામને ખાલી ન કરવાની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટ ફગાવી દીધી હતી. ત્યારબાદ કેવડિયા, કોઠી, વાગડીયા, નવાગામ, લીમડી, ગોરા છ ગામોની જમીનોમાં વિવિધ પ્રોજેક્ટો કરવાના હોય જેને લઈને વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. હાલ છ દિવસથી અહીં સર્વે કરતા અધિકારીઓ, સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે.  હવે કાં તો પ્રોજેક્ટ ઉંચો મૂકી દેવો પડે અથવા લોકોને સારું પેકેજ આપવું પડે તેવી સ્થિતિ આવીને ઊભી છે.

સરકાર દ્વારા અગાઉ જાહેરા કરેલા પેકેજ સ્થાનિક લોકોને અમાન્ય હોય હવે સ્થાનિક નેતાગીરીમાં કોંગ્રેસ-ભાજપ બંને પક્ષો ભેગા બેસી સ્થાનિકોને વિશ્વાસમાં લઇને કામ કરે તો કંઈક રસ્તો નીકળે તેવું સ્થાનિકોનું  માનવુ છે.
સરકાર પેકેજમાં સુધારો કરે પછી જ નિર્ણય
વર્ષોથી એક જ પેકેજ બતાવે છે અને એટલે અમે તેમનો વિરોધ કરીયે છે.કરોડોના મૂલ્યની જમીનો લઇ 7.5 લાખ આપવાની વાત કરે છે બારથી આવ્યા હોય તેને જે પ્લોટ આપે અને આમે મૂળ માલિકોને એ પ્લોટ આપે એ કેવો ન્યાય હાલ અમારી જે જમીનો છે એ અમારી પાસે રહે એવું કઈ કરો સુધારો કરો અમે પણ અહીંયા શાંતિથી જીવી શકે એ માટે સરકાર પેકેજ માં સુધારો કરે પેસા એક્ટ લાગુ હોય પંચાયત સર્વોપરી ગણી જેતે નિર્ણય પંચાયત કરે, અને સરકાર સાથે બેઠક કરી નક્કી કરીશું. -ગોવિંદ તડવી ,સરપંચ વાગડીયા 
અસરગ્રસ્તોની શરતો સરકારે માની છે
છ ગામનો પ્રશ્ન હોય કે અસરગ્રસ્તો નો જયારે જયારે પણ બેઠકો થઇ છે અને સ્થાનિક આગેવાનો અસરગ્રસ્ત આગેવાનો એ જે જે શરતો મૂકી સરકારે મંજુર કરી છે અને ગત 5 ફેબ્રુઆરી ના રોજ મળેલ બેઠકમાં નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક મળી એક રાહત પેકેજ તૈયાર કર્યું જે ઘણું સારું છે અને હું તો હજુ કહું છું કે હજુ કોઈ માંગણી બાકી હોય તો અમે રજુઆત કરીશું ફરી એક બેઠક સરકારના પ્રતિનિધિ અને સ્થાનિકો સાથે કરીએ સરકાર આપવા તૈયાર છે. પણ કોઈ ચોક્કસ નિચોડ જરૂરી છે. - શબ્દ શરણ તડવી,પૂર્વ વન મંત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો